________________
૨૧ છે. પ્રથમ તે પૂછયું કે “કેઈ શ્રાવક ત્રસ જીવને ન મારવાને નિયમ કરે પણ ત્રસ જીવ કાયમ ત્રસ રહેતા નથી, થાવરપણું પામે છે, થાવરજી ત્રસપણું પામે છે, તે થાવરની વિરાધના કરતાં તે પૂર્વે ત્રસ હતા તેથી ત્રસની વિરાધના થઈ કે નહીં?” ગૌતમસ્વામીએ કહ્યું કે “શ્રાવકે કરેલી પ્રતિજ્ઞા વર્તમાન સમયે જે ત્રસપણે હોય તેની હિંસાના ત્યાગની જ છે, તેથી તેને સ્થાવરની વિરાધના કરતાં ત્રસની વિરાધના લાગતી નથી.” (એમના બીજા પ્રકને પણ જાણવા જેવા છે તે સ્થળસંકેચના કારણથી અહીં આવ્યા નથી.) પ્રાંતે ઉદકમુનિને ગતમસ્વામીએ બહુ હિતશિક્ષા આપીને પરનિંદા કરતાં અટકાવ્યા. તેમણે પાર્શ્વનાથના ચાર મહાવ્રતરૂપ ધર્મ તજી વિરપ્રભુને પાંચ મહાવ્રતરૂપ ધર્મ ગૌતમસ્વામી પાસે સ્વીકાર્યો.
આ ૩૪ મા ચોમાસાબાદ પ્રભુએ વિદેહ તરફ વિહાર કર્યો. માર્ગમાં વિશાળા પાસે વાણિજ્યગ્રામમાં સુદર્શન શેઠને ભેટે થયે. તેમણે પ્રભુને કાળનું સ્વરૂપ પૂછ્યું. પ્રભુએ તેને પરમાણુની શરૂઆતથી એક જનપ્રમાણુ પાલા સુધી સ્વરૂપ કહી તે પાલામાં ભરેલા વાળાને અસંખ્યાતા કલ્પી સે સો વર્ષે કાઢવા વિગેરે હકીકત સમજાવીને પલ્યોપમ તથા સાગરોપમનું સ્વરૂપ કહ્યું. એટલે સુદર્શને કહ્યું કે “એવા સાગરોપમને અંત શી રીતે આવે ? અને એવા અનેક સાગરોપમનાઆયુષ્યવાળા નરકના જીને છૂટકારે શી રીતે થાય?” પ્રભુએ કહ્યું કે “હે સુદર્શન ! હસ્તિનાપુરમાં બળરાજાને પ્રભાવતી રાણીથી સિંહના સ્વપ્નવડે સૂચિત પુત્ર થયો. મહાબળ નામ રાખ્યું. તેને સંસારના વિલાસમાં રોકી રાખવામાં આવ્યું, છતાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com