________________
பாாபபாயா
શ્રી મહાવીર પરમાત્માના ગૃહસ્થપણના
૩૦ વર્ષનું સંક્ષિપ્ત ચરિત્ર.
1. 01
શ્રી મહાવીર પરમાત્માનું ચરિત્ર વિસ્તારપૂર્વક ત્રિષષ્ઠી શલાકા પુરુષ ચરિત્રના પર્વ દશમામાં તેમ જ કલ્પસૂત્ર સુબેધિકા ટીકા વગેરેમાં આવે છે. તેમાંથી ઉદ્ધરીને દીક્ષા પર્યાયના કર વર્ષના વિહારનું વર્ણન કમસર ચેમાસાના સ્થળ સાથે આ બુકના પ્રારંભમાં આપ્યું છે, તેથી બાકીના ગૃહસ્થપણાના ૩૦ વર્ષનું ચરિત્ર પણ સંક્ષિપ્ત આ નીચે આપ્યું છે, જેથી આ બુક શ્રી મહાવીરસ્વામીના સંક્ષિપ્ત જીવનચરિત્ર તરીકે ગણી શકાશે.
શ્રી મહાવીરસ્વામીના ર૭ ભ પૈકી ખાસ ધ્યાન આપવા લાયક ત્રીજો ભવ મરિચીને છે કે જેમાં તેમણે નીચત્ર બાંધ્યું. પછી ૧૮ મે ત્રિપૃષ્ટ વાસુદેવને ભવ છે કે જેમાં અનેક પ્રકારના અશુભ કર્મો બાંધ્યા. બાદ ૨૫ મે નંદનમુનિનો ભવ છે કે જેમાં લાખ વર્ષ પર્યત સતત માસખમણની તપસ્યા કરી અને તીર્થકરનામકર્મ નીકાચીત કર્યું.
વીરપ્રભુ છેલ્લા ર૭ મા ભવમાં પ્રાણુત નામના દશમાં દેવલેથી એવી બ્રાહ્મણકુંડ ગામે 2ષભદત્ત બ્રાહ્મણને ત્યાં દેવાનંદાની કુક્ષીમાં અશાડ શુદિ દ હે ઉત્પન્ન થયા. માતાએ ૧૪ સ્વને જોયા. અષભદત્તે તેનું ફળ કહ્યું કે-“તમને અતિ ઉત્તમ પુત્રની પ્રાપ્તિ થશે.” આ હકીક્તને ૮૨ રાત્રિ વ્યતીત થતાં, સિધર્મેન્દ્ર ભરતક્ષેત્ર તરફ ઉપગ દઈને જોયું તે વીર પ્રભુના જીવને દેવાનંદાની કુક્ષીમાં ઉત્પન્ન થયેલ જે. એટલે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com