Book Title: Mahavir Swami Parmatmanu Sankshipta Jivan Charitra
Author(s): Kunvaji Anandji
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________
૭૪ તે તે દુષ્ટ સહુ ઉદ્ધરીયા, પ્રભુજી પરઉપગારી; અડદતણું બાકુલડા લઈને, ચંદનબાળા તારી રે. હ૦ ૧૪. - દો. છ માસી નવ ચઉ માસી, અઢી માસી ત્રણ માસી દેઢ માસી બબ્બે કીધાં, છ કીધાં બે માસી રે. હ૦ ૧૫. બાર માસ ને પક્ષ બહેતેર, છઠ્ઠ બશે ઓગણત્રીશ ભણું બાર અઠ્ઠમ ભદ્રાદિ પડિમા, દિન દય ચાર દશ જાણું રે. હ૦ ૧૬. એમ તપ કીધે બારે વરસે, વિણ પામી ઉલ્લાસ તેમાં પારણાં પ્રભુજીએ કીધાં, ત્રણસેં એગણપચાસ રે. હ૦ ૧૭. કર્મ અપાવી વૈશાખ માસે, શુદિ દશમ સુજાણ; ઉત્તરાગે શાળિવૃક્ષ તળે, પામ્યા કેવળનાણ રે. હ૦ ૧૮. ઇંદ્રભૂતિ આદે પ્રતિબોધ્યા, ગણધર પદવી દીધી, સાધુ સાધવી શ્રાવક શ્રાવિકા, સંઘ સ્થાપના કીધી રે. હ૦ ૧૯ ચઉદ સહસ અણગાર સાધવી, સહસ છત્રીશ કહીજે; એક લાખ ને સાહસ ઓગણસાઠ, શ્રાવક શુદ્ધ લહીજે રે. હ૦ ૨૦. ત્રણ લાખ ને સહસ અઢાર વળી, શ્રાવિકા સંખ્યા જાણી; ત્રણસેં ચઉદશ (૧૪) પૂરવધારી, તેરશે એહીનાણી રે. હ૦ ૨૧. સાતશે તે કેવળનાણી, લબ્ધિધારી પણ તેના વિપુલમતિ પાંચશે કહીજે, ચારોં વાદી જેતા છે. હ૦ ૨૨. સાતશે અંતેવાસી સિધ્યા, સાધવી ચેદ સાર દિન દિન દીપે તેજ સવાઈ, પ્રભુજીનો પરિવાર રે. હ૦ ૨૩. ત્રીશ વરસ ગૃહવાસે વસિયા, બાર વરસ છદ્મસ્થ;
ત્રીશ વરસ કેવળ બેંતાળીશ, વરસ તે સમણાવસ્થ રે. હ૦ ૨૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 77 78 79 80 81 82 83 84 85 86 87 88