________________
ચંપાનગરી ભાંગી; ત્યાંના દધિવાહન રાજાની રાણી ધારિણી ને પુત્રી વસુમતી એક સુભટના હાથે કેદ પકડાણ. સુભટે માર્ગમાં ધારિણીને પોતાની સ્ત્રી કરવાનું કહેવાથી તે તો જીભ કરડીને મરણ પામી. વસુમતિને સુભટે કોસંબીમાં લાવીને વેચી. તેને ધનાવહ શેઠ લઈ ગયા. તેણે ચંદના નામ આપીને પુત્રીપણે રાખી. શેઠને તે બહુ પ્રિય થઈ પડી. તે જોઈને શેઠની સ્ત્રી મૂલાએ વિચાર્યું કે જરૂર શેઠ એને પરણશે ને એ આ ઘરની સ્વામીન થશે, માટે તે રોગને મૂળમાંથી ડાભી દઉં.” એમ વિચારી શેઠ બહારગામ ગયેલા તે વખતે ચંદનાનું માથું મુંડાવી, પગમાં બેડી નાંખી, એક ઓરડામાં પૂરી, તાળું દઈને તે કયાંક ચાલી ગઈ. બીજે દિવસે શેઠ આવ્યા. તેને મહામુશીબતે ચેાથે દિવસે ચંદનાની ભાળ મળી. એટલે તેમણે ઓરડે ઉઘડાવી ચંદનાને બહાર કાઢી. તે ત્રણ દિવસની ભૂખી હોવાથી સુપડાના ખૂણામાં અડદના બાકુળા આપીને શેઠ બેડી તેડાવવા માટે લુહારને તેડવા ગયા. અહીં પાછળથી વીરપ્રભુ પધાર્યા. ચંદના રાહ જોતી હતી કે “કઈ ભિક્ષુ આવે તો તેને આપીને પછી ખાઉં.”વિરપ્રભુને અભિગ્રહ છ માસ થવા આવ્યા છતાં પૂરાણે નહોતા. તેમણે પોતાના અભિગ્રહ પ્રમાણે બધું જોયું, પણ માત્ર આંખમાં આંસુ નહતા તેથી પ્રભુ પાછા વળ્યા. તે જોઈ ચંદના બહુ દિલગીર થઈ ને આંખમાં આંસુ આવ્યા, એટલે પ્રભુ અભિગ્રહ પૂરો થયેલે જોઈ પાછા વળ્યા ને ચંદનાને હાથે અડદના બાકુળા વહેરી પાંચ દિવસ ન્યૂન છમાસી તપનું પારણું ત્યાં જ કર્યું. તે વખતે પાંચ દિવ્ય પ્રગટ થયા. મસ્તકે કેશ આવી ગયા. બેડી ગુટી ગઈ - ને ઝાંઝર થયા. ધનાવહ શેઠ પણ ત્યાં આવ્યા. આ હકીક્ત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com