________________
૩૭
રાત્રિકી પડિમાએ કાર્યોત્સર્ગ ધ્યાને રહ્યા. તે વખતે સૌધર્મ સભામાં આવીને કહ્યું કે--ત્રણ લોકમાં કોઈ એવો સમર્થ નથી કે જે વીરપ્રભુને ધ્યાનમાંથી ચલાયમાન કરે.” આવી પ્રશંસા સાંભળી તેને નહીં સહતા સંગમ નામના ઇદ્રના સામાનિક દેવે ઈંદ્ર સમક્ષ આવીને પ્રતિજ્ઞા કરી કે-“હું એક ક્ષણમાત્રમાં તેમને ચલાયમાન કરીશ.” આમ કહીને પ્રભુ પાસે આવી તેણે અનેક પ્રકારના અસહા ઉપસર્ગો કર્યા. તેનું વર્ણન સુબાધિકા વિગેરેથી જાણવું. આ દરેક ઉપસર્ગ પ્રાણુત કરે તેવા હતા. તેનું વર્ણન વાંચતા હૃદય કંપી ઊઠે તેમ છે. છેવટે તેણે હજારભારનું ચક્ર ઊંચેથી પ્રભુ ઉપર એવી રીતે મૂકહ્યું કે જેથી પ્રભુ ગોઠણ સુધી જમીનમાં પેસી ગયા. આ ચક્ર મેરુપર્વતને પણ ચૂર્ણ કરે તેવું હતું. આવી રીતે એક રાત્રિમાં વિશ મોટા ઉપસર્ગો કર્યા. છેવટ અનુકૂળ ઉપસર્ગ પણ કર્યા. પ્રાતઃકાળે પ્રભુ આહાર લેવા નીકળ્યા, પરંતુ સંગમદેવે છ માસ પર્યત શુદ્ધ આહાર મળવા દીધો નહીં. છ માસને અંતે સંગમ ગયા હશે એમ જાણું પ્રભુ એક ગોકુળમાં વહોરવા ગયા. ત્યાં પણ અશુદ્ધ આહાર કરી દીધેલ જાણું પ્રભુ પાછા ફર્યા. પછી સંગમ પિતાના અવધિજ્ઞાનથી પ્રભુને નિશ્ચળ જાણીને ઇંદ્રના ડરથી પ્રભુને નમી, ખમાવીને દેવલોકમાં ગયે. ત્યારપછી પ્રભુએ એક વૃદ્ધ ડેશીના હાથે ક્ષીરાનથી છ માસ તપનું પારણું કર્યું.
સંગમ પ્રતિજ્ઞાબ્રણ થવાથી શ્યામ મુખવાળે થયે સાતે ધર્મ દેવલોકમાં આવ્યું. એના ઉપસર્ગના છ માસ પર્યત સાધમે અને તમામ દેવદેવીઓ શેકગ્રસ્ત રહ્યા હતા. ઇંદ્ર આ ઉપસર્ગના કારણભૂત પિતાને જાણીને બહુ ખિન્નપણે ગાનતાન તમામ બંધ કરાવ્યું હતું. સંગમને આવતા જોઈ ઇન્દ્ર દેવને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com