________________
૩૬
કરવા લાગ્યા. તે સાંભળીને કાપાયમાન થવાથી તાપસે ગેાશાળા ઉપર તેજોઢેશ્યા મૂકી. કરુણાસાગર પ્રભુએ કરુણા લાવી શીતલેશ્યાવડે તેને ખચાવ્યેા. તે વખતે તીવ્ર તાપ સમી તેજાલેશ્યા જોઇને ગેાશાળે પ્રભુને તેજોલેશ્યા કેમ પ્રાપ્ત થાય ? એવું પૂછ્યું. ભાવીભાવ મળવાન હાવાથી સર્પને દૂધ પાવાની જેમ પ્રભુએ મહાઅનથ કારી તેજલેશ્યાની ઉત્પત્તિ કેમ થાય ? તે આ પ્રમાણે બતાવ્યું :—
‘હુંમેશાં આતાપના લેવાપૂર્વક છઠ્ઠના તપ કરવા. પારણે એક મુઠી અડદના બાકળા ને અંજલીપૂરતું ઉત્તું પાણી લેવું. એવી રીતે કરવાથી છ મહિનાને અંતે તેજલેશ્યા પ્રાપ્ત થાય છે.’
"
ત્યાંથી પ્રભુ સિદ્ધાર્થ ગામે જતાં માર્ગોમાં પેલા તલના છેડ ઊગ્યા છે કે નહી ? ’ એમ ગેાશાળે પૂછ્યું. સિદ્ધાર્થે ઊગ્યાનું કહ્યું એટલે તેણે તે છેાડ ઉખેડી શીંગ ફાડી, તેા તેમાં સાત તલ ઉપજેલા જોયા એટલે તે જ શરીરમાં જીવ ફરી ફરીને ઉપજે છે' એમ ગેાશાળે નિરધાર કર્યાં. અહીંથી ગેાશાળા પ્રભુથી છૂટા પડ્યો અને શ્રાવસ્તિએ જઈ એક કુંભારની શાળામાં છ માસ સુધી રહી પ્રભુએ કહેલા વિધિ પ્રમાણે તેજોલેશ્યા સિદ્ધ કરી. પછી પાર્શ્વનાથ પ્રભુના વ્રત તજી દીધેલા શિષ્યા પાસેથી અષ્ટાંગ નિમિત્ત શીખ્યા. એટલે અહંકારથી ભરપૂર થવાને લીધે ‘હું સર્વજ્ઞ છું’ એમ કહેવા લાગ્યા. પ્રભુએ શ્રાવસ્તિ પધારી દશમું ચામાસુ ચામાસી તપવડે ત્યાં કર્યું.
અનેક પ્રકારના અભિગ્રહયુક્ત તપ કરતા પ્રભુ ત્યાંથી ઘણા મ્લેચ્છાવાળી હૃદ્ધભૂમિમાં ગયા. ત્યાં પેઢાળ ગામની બહાર પાલાસ યક્ષના ચૈત્યમાં પ્રભુ અષ્ટમલક્ત કરીને ત્રીજે દવસે એક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com