________________
જોઈને બહુ રાજી થયા. ઇંદ્ર આવ્યા. દેવ આવીને નાચવા લાગ્યા. મૃગાવતી રાણું આવ્યા, તેણે ચંદનાને ઓળખી. તે પણ માસીને મળી. પાંચ દિવ્યમાં વસુધારામાં આવેલું દ્રવ્ય શતાનીક રાજાએ લઈ જવા માંડયું, પણ ચંદનાના કહેવાથી તે ધન ધનાવહ શેઠને આપી “ચંદના પ્રભુની પ્રથમ સાધ્વી થશે” એમ કહી ઇંદ્ર સ્વસ્થાને ગયા.
મૃગાવતી ચંદનાને પિતાની સાથે રાજમહેલમાં લઈ ગઈ. ધનાવહ શેઠે મૂળા શેઠાણીને કાઢી મૂકી. (અન્યત્ર કહ્યું છે કે તેણે આવીને ચંદનાને ખમાવી. ચંદનાએ કહ્યું કે “મારી ખરી માતા તો તમે છે. તમે જે મને કષ્ટ આપ્યું ન હતું તે મને વિરપ્રભુને પારણું કરાવવાને પ્રસંગ કયાંથી પ્રાપ્ત થાત? માટે તમે તે મારા ઉપગારી છે.” સજજને તો ગુણનું જ ગ્રહણ કરે છે.)
પ્રભુ ત્યાંથી વિહાર કરી ચંપાનગરીમાં આવ્યા. ત્યાં સ્વાતિદત્ત બ્રાહ્મણની અગ્નિશાળામાં ચાર માસનાં ઉપવાસ કરીને બારમું મારું કર્યું. તે બ્રાહ્મણને પ્રભુ સાથે ઇન્દ્રિયોને અગેચર આત્મતત્વ સંબંધી સૂમ વિચારને અંગે ઘણે વાર્તાલાપ થયે, તેથી તે બ્રાહ્મણ પ્રસન્ન થયા અને પ્રભુનું બહુમાન કર્યું.
ત્યાંથી પ્રભુ જાંભિક ગામે ગયા. ત્યાં છે પ્રભુને નાટ્યવિધિ બતાવી અને અમુક દિવસે પ્રભુને કેવળજ્ઞાન થશે એમ કહીસ્વસ્થાને ગયા. ત્યાંથી પ્રભુ મેઢિકગ્રામે ગયા. ત્યાં અમરેંદ્ર સાતા પૂછી ગયા.
ત્યાંથી પ્રભુ ષણમાની ગામે આવ્યા. ત્યાં ગામની બહાર કાન્સ રહ્યા. એક ગોવાળીએ પિતાના બળદે તેમની પાસે
૧. આ ચોમાસાની હકીકત સુબાધિકામાં જણાતી નથી, ક૯૫કિરણવાળીમાં છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com