________________
૩૮
કહ્યું કે– અરે દેવા ! આ મહાપાપી કર્મચ`ડાળઅહીં આવે છે, તેનુ મુખ જોવાથી પણ પાપ લાગે તેમ છે, તેથી એને અહીંથી કાઢી મૂકો. તે મારાથી ડર્યા નહીં પણ પાપથીએ ડર્યા નહીં' એમ કહી પોતે પરાભુખ થઈને રહ્યા. દેવાએ તેને લાકડી વિગેરેના મારથી હેરાન કરી કાઢી મૂકયા. તે ત્યાંથી હડકાયા કૂતરાની જેમ નાશીને મેરુપર્વતની ચળિકા પર ગયા. ત્યાં બાકી રહેલું એક સાગરોપમનું આયુષ્ય પૂરું કરશે. તેની અગ્રમહિષીએ ઈંદ્રની આજ્ઞા મેળવીને ખીન્નવદને તેની પાસે જઈને રહી.
આ ઉપસની હકીકત જાણીને અનેક ઇંદ્રો પ્રભુને સાતા પૂછવા જુદે જુદે સ્થળે આવી ગયા. કેટલાક રાજાએ પશુ સાતા પૂછવા આવ્યા. પ્રભુ ત્યાંથી વિહાર કરી વિશાળા પધાર્યા. ત્યાં અગ્યારમું ચામાસુ ચોમાસી તપવડે કર્યું.
ત્યાંથી પ્રભુ સુસમારપુરે આવ્યા. ત્યાં ચમરૈના ઉત્પાત. થયા. તેની હકીકત દશ અચ્છેરાના વર્ણ નમાંથી જાણવી.
પ્રભુ ત્યાંથી વિહાર કરીને કૌશાંબી નગરીએ પધાર્યા. ત્યાં શતાનીક નામે રાજા હતેા. તેને મૃગાવતી નામે રાણી હતી. ત્યાં પ્રભુએ એવા અભિગ્રહ પાષ શુદ્ધિ ૧ મે કર્યો કે− દ્રવ્યથી અડદના આકુળા સુપડાના ખૂણામાં રહેલા હાય, ક્ષેત્રથી આપનારને એક પગ ઉંખરાની બહાર હાય ને એક પગ ઉંખરામાં હાય,. કાળથી સર્વ ભિક્ષાચરે આવી ગયા હોય, ભાવથી રાજપુત્રી દાસીપણાને પામી હાય, માથુ મુંડાવેલું હાય, પગમાં બેડી હાય, ત્રણ દિવસના ઉપવાસ થયા હાય ને રૂદન કરતી હાય-એવી સ્ત્રી આપે તેા આહાર ગ્રહણ કરવા.’ એ વખતે શતાનીક રાજાએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com