________________
આ વખતે પ્રભુ કેવા ગુણવાન થયા તેનું વર્ણન ઘણા વિસ્તારથી સુબાધિકા વિગેરેમાં આપ્યું છે તે ત્યાંથી જાણી લેવું.
પ્રભુ ત્યાંથી વિચરતા વિચરતા તેરમા વર્ષના મધ્યમાં ભિક ગ્રામે આવી જુવાલિકા નદીને કિનારે શ્યામાક કુટુંબના ક્ષેત્રમાં જળરહિત છઠ્ઠ તપ કરીને કાર્યોત્સર્ગ મુદ્રામાં રહ્યા. શુકલધ્યાનના મધ્યમાં (બીજે પાયે) વર્તતા પ્રભુને વૈશાક શુદિ ૧૦ મે ઉત્તરાફાલ્યુની નક્ષત્રનો ચંદ્ર સાથે રોગ થયે સતે ચાર ઘાતકર્મને ક્ષય થતાં કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થયું. ત્રણ ભુવનમાં ઉદ્યોત થયો. પ્રભુને કેવળજ્ઞાન થતાં સર્વ ઈદ્રોના આસન કયા. ચારે નીકાયના દેએ આવીને સમવસરણ રચ્યું. પ્રભુએ દેશના આપી, પરંતુ કોઈએ ચારિત્રધર્મ ન
સ્વીકારવાથી દેશના નિષ્ફળ ગઈ. ત્યાંથી રાત્રે જ વિહાર કરીને પ્રભુ મધ્યમ અપાપાએ પધાર્યા. ત્યાં દેવોએ સમવસરણ રયું, પ્રભુએ દેશના આપી અને ઇન્દ્રભૂતિ આદે ૧૧ મુનિને ગણધર પદવી આપી. ચતુર્વિધ સંઘની સ્થાપના કરી.
મહાવીર પરમાત્માને કેવળજ્ઞાન તથા કેવળદર્શન પ્રગટ થયું તે વખતે તેઓ ત્રણ લેકમાં રહેલા સર્વ પદાર્થોના ત્રણે કાળ સંબંધી સર્વ ભાવ પ્રત્યેક સમયે જાણવા લાગ્યા. તદુપરાંત સર્વે જીવોની ગતિ-ચારે ગતિના કયાં કયાં જાય છે, તથા આગતિચારે ગતિમાં કયાં ક્યાંથી આવીને જીવ ઉપજે તે, સ્થિતિદરેક જાતિના જીવનું એક ભવનું આયુષ્ય તે ભવસ્થિતિ અને તે જાતિમાં કેટલા કાળ સુધી ઉપરાઉપર ઉપજે તે કાયસ્થિતિ તેને જાણે. મનમાં ચિંતવેલું તેમ જ શરીરવડે કરેલું જાણે છાનું કર્યું હોય કે પ્રગટ કર્યું હોય તે સર્વ જાણે. ખાધેલું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com