________________
૪૧
મૂકી ગામમાં ગયા. પાછા આવી “મારા બળદો કયાં ગયા?” એમ પ્રભુને પૂછયું. પ્રભુ તે મૌન હતા એટલે જવાબ ન મળવાથી તે બહુ ગુસ્સે થયે, તેથી તેણે પ્રભુના કાનમાં વાંસની અણદાર બે સળીઓ એવા જોરથી નાખી કે બેની અણી અંદર મળી ગઈ. પછી બહારથી કેઈ ન દેખે માટે બહારને ભાગ કાપી નાખ્યું. વીરપ્રભુના જીવે ત્રિપૃષ્ટ વાસુદેવના ભવમાં શય્યાપાલકના કાનમાં સીસું રેડાવ્યું હતું તે કર્મ અહીં ઉદયમાં આવ્યું. શય્યાપાળક અનેક ભવ પછી ગોવાળીઓ થયે હતે. પ્રભુ તો તે ઉપસર્ગ સમ્યક્ પ્રકારે સહન કરી મધ્યમ અપાપામાં આવ્યા. ત્યાં સિદ્ધાર્થ નામના વણિકને ઘેર પ્રભુ ભિક્ષા માટે પધાર્યા. તેને જોઈ પાસે બેઠેલા ખરક નામના વૈદે પ્રભુને શલ્ય સહિત જાણ્યા. તપાસ કરતાં કાનમાં શલ્ય છે એમ ખાત્રી કરી. પ્રભુ તે ઉદ્યાનમાં ગયા, એટલે તે વૈદ્ય ને વણિક બંને મજબૂત બે સાણસી લઈને ત્યાં આવ્યા અને પૂરા જોરથી તે સળીઓ ખેંચી કાઢી. તે વખતે પ્રભુ અનંતબળી છતાં ચીસ પડાઈ ગઈ. તે ચીસથી આખું ઉદ્યાન ખળભળી ઊઠયું. પછી ત્રણસહિણું ઔષધિવડે તે ત્રણને રૂઝવ્યું. તે બંને સદ્ગતિગામી થયા. એવાળી મરણ પામીને સાતમી નરકે ગયે. એ રીતે પ્રભુને ઉપસર્ગો ગેવાળીયાથી શરૂ થયા અને ગોવાળીયાથી પૂર્ણ થયા.
એ ઉપસર્ગોમાં જઘન્ય, મધ્યમ ને ઉત્કૃષ્ટ એ વિભાગ છે. જઘન્યમાં ઉત્કૃષ્ટ કટપૂતના વ્યંતરીને શીત ઉપસર્ગ છે, મધ્યમમાં ઉત્કૃષ્ટ સંગમે મૂકેલું હજાર ભારનું ચક્ર છે અને ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ કાનમાંથી ખીલા ખેંચવાને સમજવાને
છે. ઉપર જણાવેલા ઉપસર્ગો તે મોટા સમજવા, તે સિવાય - બીજા નાના ઉપસર્ગો તે અનેક થયા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com