________________
૪૩
તેમ જ અન્ય ઇદ્ધિવ સેવેલું જાણે. વાચ્ય-કહેવા ચેાગ્ય ને અવાચ્ચ-ન કહેવા યોગ્ય તે સર્વ જાણે. રૂપી ને અરૂપી સર્વ પદાર્થના સર્વ ભાવ જાણે. સર્વ દ્રવ્યોના અનંતા પર્યાયે પ્રત્યેક સમયે જાણે. આ બધા જાણપણામાંથી કથનદ્વારા તે વાગ્ય પદાર્થને અથવા કહેવા યોગ્ય ભાવેને અનંત ભાગ જ કહી શકે, કારણ કે આયુ પરિમિત ને વચન ક્રમસર નીકળે, તેથી વધારે કહી શકે નહીં, એ વાત સિદ્ધ થાય છે. અનંતા તીર્થ કરે મળીને કહી શકતા હોવાથી તે ભાવે વાચ્ય કહેવાય છે. પ્રભુના ગુણ કહેવાના સંબંધમાં પણ કહ્યું છે કે –
ગુણ અનંતાનંત છે, વાચ ક્રમ મિત દિહ બુદ્ધિ રહિત શક્તિ વિકળ, કેમ કહું એકણ છહ ? ૧.
“હે પ્રભુ! તમારા ગુણે તે અનંતાનંત છે, તે કહેવા હું ઈચ્છું છું, પરંતુ વાણી તે ક્રમથી બેલી શકે છે, બલવાના દિવસે પણ પરિમિત છે, હું ઉચ્ચ પ્રકારની બુદ્ધિ વિનાને છું તેમજ કોઈ અપૂર્વ શક્તિવાળે પણ નથી, તે તે સર્વ ગુણ એક જીભે કેમ કહી શકું?”
જાણવા દેખવાના સંબંધમાં તીર્થકર કે સામાન્ય કેવળીમાં કાંઈપણ ઓછાવત્તાપણું નથી. તીર્થકર માટે આઠ પ્રાતિહાર્ય, ૩૪ અતિશય અને ૩૫ ગુણયુક્ત વાણું એ વિશેષ છે.
આ પછીના કેવળીપણાના ૩૦ ચોમાસાનું સંક્ષિપ્ત વર્ણન આ બુકના પ્રારંભના ૨૫ પૃષ્ઠમાં આપ્યું છે ત્યાંથી જાણી લેવું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com