________________
ર૯
તે તેના પર ઉપકાર કરવા તે રસ્તે જ ચાલ્યા. ચંડકંશિક સર્પના સ્થાન પાસે આવી કોન્સર્ગ ધ્યાનમાં સ્થિત થયા. સર્ષ બીલની બહાર નીકળે. પ્રભુને જોતાં તેણે તેમના ઉપર સૂર્ય સામે જોઈને વિષવાળી દષ્ટિ ફેંકી, પણ પ્રભુને તેની અસર ન થઈ, તેથી તે પ્રભુની પાસે આવી પ્રભુને પગે કરડવા ગયે. પગે ડંશ દેતા વેત રૂધિર નીકળ્યું. તે જોઈને તેમજ પ્રભુએ કહ્યું કે “ચંડકૌશિક ! બુઝબુઝ” તે સાંભળીને ઊહાપોહ કરતાં તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. તેણે પૂર્વના ભવ દીઠા. મુનિને ભવ, દેવ ભવ, તાપસને ભવ, તે પછી સર્ષ થયાનું જાણ્યું. પછી પ્રભુને મહાન ઉપકાર માની ત્રણ પ્રદક્ષિણા દઈ વંદન કર્યું ને અણુસણ માગ્યું. પ્રભુએ ૧૫ દિવસનું અણુસણ કરાવ્યું. સર્ષ પિતાની દષ્ટિથી કેઈને હાનિ ન થાય માટે બીલમાં મુખ રાખીને રહો. તેને ભક્ત થઈ ગયેલો જાણી ગેવાળાએ તેના શરીર પર ક્ષીર ને ધૃત નાખી તેની પૂજા કરી. તેના સંયોગથી કીડીઓએ આવી તેના શરીરને વીંધી નાખ્યું, પરંતુ તેણે તે પીડા પ્રભુની શીતળ દષ્ટિથી સમભાવે સહન કરી. ૧૫ દિવસે કાળ કરીને તે આઠમા દેવલોકમાં દેવ થયે. પ્રભુએ ત્યારપછી ત્યાંથી વિહાર કર્યો.
ગંગાનદીને કાંઠે આવતાં નદી ઉતરવા માટે પ્રભુ નાવમાં બેઠા તેવામાં ઘુવડને શબ્દ સાંભળી ક્ષેમિલનિમિત્તિયાઓનાવમાં બેઠેલાએને કહ્યું-“આપણને નદી ઉતરતા મહાન ઉપદ્રવ થશે, પણ આ મહાત્માના પ્રભાવથી બચી જશું.’ બન્યું એમ કે–પ્રભુએ ત્રિપૃષ્ઠના ભવમાં વિદ્યારે સિંહ સુદંષ્ટ્ર નામે દેવ થયેલો તેણે ત્યાં આવી નાવને ડુબાડવા ઘણે પ્રયત્ન કર્યો, પરંતુ કંબળ ને શબળ નામના બે નાગકુમાર દેવે આવી એકે તેને હરાવીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com