________________
૨૮
જઈને કાઉસગ્ગ ધ્યાને રહ્યા. તે વખતે પ્રથમ રાત્રિએ શળપાણી યક્ષે અસહ્ય ઉપસર્ગો કર્યા. પ્રભુએ તે સર્વ સહન કર્યા. પ્રાંતે તે પ્રસન્ન થયો. સિદ્ધાર્થે પણ તેને સમજાવ્યું. પછી તેણે પ્રભુની ગીતજ્ઞાનવડે ભક્તિ કરી. તે શૂલપાણે યક્ષ કેણ હતા? તેની અને તેણે કરેલા ઉપસર્ગોની હકીકત સુબાધિકાથી જાણવી. તે રાત્રિના ઉપસર્ગના અત્યંત શ્રમથી પ્રભુને ક્ષણવાર નિદ્રા આવી. તેમાં પ્રભુએ દશ સ્વમ જોયા. બીજે દિવસે અનેક મનુષ્યોની સાથે ઉપલનિમિત્તિ પ્રભુ પાસે આવ્યું. તેણે પ્રભુને આવેલા દશમાંથી નવ સ્વપ્નનું ફળ શું થશે તે કહી બતાવ્યું. એકનું ફળ પ્રભુએ કહ્યું. આ પ્રથમ ચેમાસું અસ્થિક ગામે કર્યું. તે ચોમાસામાં પ્રભુએ આઠ પક્ષક્ષપણુ કર્યા.
અસ્થિકગ્રામથી નીકળી ચેમાસા બાદ પ્રભુ મોરાસન્નિવેશે પધાર્યા. ત્યાં અચ્છેદક નામે એક પાખંડી રહેતો હતો. તે અનેક પ્રકારના મંત્ર, તંત્ર ને છળભેદ કરતા હતા. દુરાચારી પણ હતો. સિદ્ધાર્થે તેની કેટલીક હકીકત પ્રસિદ્ધ કરી તેથી તેની હલકાઈ થઈ. એટલે તેણે એકાંતમાં પ્રભુ પાસે આવીને કહ્યું કે-આપ તે બધે પૂજાશો, મારું તે અહીં કાંઈક માન છે, માટે મારા પર કૃપા કરીને આપ મારા પેટ પર પગ ન મૂકે.” પ્રભુએ તેને અપ્રીતિ થતી જાણી ત્યાંથી વિહાર કર્યો. ત્યાંથી ઉત્તરવાચાળ ગામ તરફ પ્રભુ ગયા. ત્યાં બાકીનું અર્ધ વસ્ત્ર કાંટામાં ભરાવાથી પડી ગયું તે પાછળ ફરનાર બ્રાહ્મણ લઈ ગયે અને તેને તુનાવી, આખું વસ્ત્ર બનાવી તેના લક્ષ દ્રમ્મ મેળવ્યા.
પ્રભુએ ત્યાંથી શ્વેતાબી તરફ વિહાર કર્યો. ત્યાં જવાના બે માર્ગો હતા. તેમાંનાં ટૂંકા માર્ગે ચંડકૌશિક નામને દષ્ટિવિષ સર્પ રહેતું હતું, તેથી તે રસ્તે કઈ જતું નહીં. પ્રભુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com