________________
૩૦
નસાડ્યો ને એકે નાવ જાળવ્યું. એ ઉપદ્રવથી મુક્ત થઈ પ્રભુ અને સર્વ સુખશાંતિથી કિનારે ઉતર્યા. કંબળશંબળદેવ પ્રભુને નમી, પુષ્પવૃષ્ટિ કરી સ્વસ્થાને ગયા. (એ કંબળ શબળ દેવ કેણ હતા તેનું વર્ણન સુધિકાથી જાણવું.).
પ્રભુએ ત્યાંથી રાજગૃહી તરફ વિહાર કર્યો. ત્યાં નાલંદા પાડામાં એક વણકરની શાળામાં ચાર માસખમણ (મહિના મહિનાના ઉપવાસ) કરવાને નિયમ કરી પ્રભુ ચાતુર્માસ રહ્યા. આ પ્રભુનું દીક્ષા પછીનું બીજું ચોમાસું જાણવું.
પ્રથમ માસનમણે વિજયશેઠને ત્યાં પારણું કર્યું. ત્યાં પંચ દિવ્ય પ્રગટ થયા. તે મંખલીપુત્ર ગોશાળે જોયા તેથી તેણે પ્રભુ પાસે આવીને કહ્યું કે હું તમારો શિષ્ય છું.” પ્રભુએ બીજા મા ખમણનું પારણું નંદશેઠને ત્યાં કર્યું. ત્રીજ માસખમણનું પારણું સુનંદશેઠને ત્યાં કર્યું અને ચોથા માસખમણનું પારણું કેલ્લાગ સંનિવેશમાં જઈ બહુલ નામના દ્વિજને ત્યાં કર્યું. બધે પંચ દિવ્ય પ્રગટ થયા. શાળો અહીંથી પ્રભુની સાથે થયો. પ્રભુએ સુવર્ણ ખળ ગામ તરફ વિહાર કર્યો. ત્યાં ગેવાળીઆઓએ દૂધપાક કરવા એક હાંડલી ચૂલા પર મૂકી હતી. ગશાળે દુધપાકની લાલચે આંટા માર્યા કરતો હતો. સિદ્ધાર્થે કહ્યું કે-એ હાંડલી ભાગી જવાની છે.” વાળાએ ઘણું જાળવી પણ ફુટી ગઈ. તે જોઈ ને શાળે નિર્ણય કર્યો કે-જે બનવાનું હોય તે બને જ છે. એ રીતે તે નિયતિવાદી થયો. પછી પ્રભુ બ્રાહ્મણગામે ગયા. ત્યાં ગોશાળે તેને વાસી અન્ન આપનાર ઉપનંદનું ઘર પ્રભુના નામથી બાળી નાખ્યું.
• ૧. ગૌશાળાની ઉત્પત્તિ વગેરે સુબોધિકાથી જાણવું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
WWW.umaragyanbhandar.com