________________
૩૨.
આ પરરાજ્યના હેરક જણાય છે એમ માની ગોશાળાને અને પ્રભુને લાકડાની હેડમાં નાખવા માંડ્યા. ગશાળાને નાખે તેવામાં ઉત્પળ નિમિત્તીયાની બહેન સમા ને જયંતિ સાધ્વીપણું ન મળવાથી તાપસી થઈ હતી તેણે બંનેને મુક્ત કરાવ્યા. ત્યાંથી પ્રભુ પૃષચંપાએ પધાર્યા. ત્યાં ચાર માસના ઉપવાસ (ચેમાસી ત૫) કરી ચેાથું મારું કર્યું. પારણું ચંપાની બહાર કર્યું. ને ત્યાંથી પ્રભુ કાયંગળ સનિવેશે જઈને શ્રાવસ્તીએ પધાર્યા. નગરની બહાર કાસગે રહ્યા. ત્યાં સિદ્ધાર્થે ગે શાળાને કહ્યું કે “આજે તને માંસ યુક્ત આહાર મળશે.” તે સાંભળી તે વણિકના ગૃહમાં જ ભિક્ષાથે ભમવા લાગ્યું. ત્યાં પિતૃદત્ત નામે એક વણિક રહેતું હતું. તેની સ્ત્રી મૃતવત્સા હતી. તેને એક નિમિત્તિયાએ કહ્યું હતું કે-હવે જે બાળક આવે તેનું માંસ દૂધપાકમાં મેળવીને કેઈ ભિક્ષુને આપવાથી તમારા બાળકો બચશે.” તેણે તેમ કર્યું. શાળાને તે દૂધપાક આપે. તે ખાઈને પ્રભુ પાસે આવ્યો. સિદ્ધાર્થે દૂધપાકનું રહસ્ય સમજાવ્યું. તેણે ઉલટી કરતાં તેમાં માંસના ખંડ જેયા તેથી તે વણિકનું ઘર બાળવા ગયે, પણ વણિકે તેના ભયથી બારણું ફેરવી નાખ્યું હતું. ગશાળે ઘર ન જડવાથી પ્રભુના નામથી તે પાડે બાળી નાખે. પ્રભુ ત્યાંથી દરિદ્ર નામના સન્નિવેશે આવ્યા. ત્યાં લોકોએ સળગાવેલ અગ્નિ પ્રભુના પગ સુધી આ પ્રભુ ખસ્યા નહીં તેથી પ્રભુના પગ દાઝી ગયા. ગોશાળો ભાગી ગયે. પ્રભુ ત્યાંથી મંગળા ગામે જઈ વાસુદેવના મંદિર પાસે કાત્સગે રહ્યા. ત્યાં ગશાળ બાળકેને બહીવરાવવા લાગ્યા. બાળકોના માબાપોએ તેને માર્યો. ત્યાંથી આવર્તગામે આવી પ્રભુ બળદેવના મંદિર પાસે કાત્સ રહ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com