________________
૨૭
પ્રભુએ દીક્ષાને બીજે દિવસે સવારે કોલ્લાગ સન્નિવેશમાં જઈ બહુલ બ્રાહ્મણને ત્યાં ગૃહસ્થના પાત્રે પારણું કર્યું. પાંચ દિવ્ય પ્રગટ થયા. પ્રભુ ત્યાંથી મેરાક સન્નિવેશે ગયા. પ્રભુના પિતાના મિત્ર તાપસે ત્યાં રહેવાને આગ્રહ કર્યો. પ્રભુ આઠ માસ વિહાર કરી માસું કરવા ત્યાં આવ્યા અને તાપસે આપેલી એક ઘાસની ઝુંપડીમાં રહ્યા. ઢેર તે ઝુંપડીનું ઘાસ ખાઈ જવા લાગ્યા. પ્રભુએ નિવારણ ન કર્યું, તેથી કુળપતિએ આવીને ઠપકો દીધે, એટલે તેની અપ્રીતિ થયેલ જાણું, ચોમાસું શરૂ થયાને ૧૫ દિવસ થતાં જ પ્રભુ વિહાર કરી ગયા. તે વખતે પાંચ અભિગ્રહ કર્યો. ૧અપ્રીતિવાળા સ્થાનમાં રહેવું નહીં, ૨ જ્યાં સ્થિત થવું ત્યાં હમેશાં કાર્યોત્સર્ગમાં જ રહેવું, ૩ ગૃહસ્થને વિનય ન કરે, ૪ માન રહેવું અને ૫ હસ્તપાત્રી થવું.
પ્રભુ ત્યાંથી વિહાર કરી અસ્થિકગ્રામે ગયા અને ત્યાં પ્રથમ માસું કર્યું. માર્ગમાં એક નિમિત્તિઓ પ્રભુની પદપંક્તિ જોઈને કઈ ચક્રવતીને એકલા જતા જાણું પાછળ પગલે પગલે આવ્યા. ત્યાં તે પ્રભુને ગીપણામાં જેઈ નિરાશ થયે. ઇંદ્રે તેને પ્રભુનું સ્વરૂપ સમજાવી દ્રવ્ય આપી રાજી કર્યો. પ્રભુ એક વર્ષ ઝાઝેરા વસ્ત્રધારી રહ્યા, બાકીને બધે વખત વસ્ત્ર રહિત રહ્યા. પાછળ આવેલા બ્રાહ્મણને પ્રભુએ અર્ધ વસ્ત્ર આપ્યું. વિશેષ હકીકત સુબેધિકાથી જાણવી.
પ્રભુ લેકેએ ના પાડ્યા છતાં શૂલપાણે યક્ષના સ્થાનમાં
૧. સુગંધી જળની વૃષ્ટિ, ૨ સુગંધી પુષ્પની વૃષ્ટિ, ૩ ચેલેસ્લેપ, ૪ ૧૨ા ક્રોડ સેનૈયાની વૃષ્ટિ, ૫ અહેદાન અહેદાન એવી ઉદ્દષણ. * અસ્થિગ્રામ નામ પડવાનું કારણ સુબાધિકાથી જાણવું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
WWW.umaragyanbhandar.com