________________
૨૫
પરંતુ પ્રાંતે તેમના ખેદે વૈરાગ્યનું રૂપ લીધું અને પ્રભુની વીતરાગદશા લક્ષમાં આવી. પ્રભુએ પોતાના હિત માટે જ દૂર કર્યાનું સમજાવ્યું. એટલે શુભભાવે ચડડ્યા અને ક્ષપકશ્રેણું માંડી તત્કાળ કેવળજ્ઞાન પામ્યા. દેવોએ વિરપ્રભુને નિવાણ મહોત્સવ કર્યા બાદ ગૌતમસ્વામીને કેવળજ્ઞાન મહત્સવ કર્યો. ૌતમસ્વામી કેવળજ્ઞાનીપણે ૧૨ વર્ષ વિચર્યા અને ગચ્છને સમસ્ત ભાર સુધર્માસ્વામીને સોંપી નિર્વાણ પામ્યા.
અહીં કેવળપણના ૩૦ વર્ષની હકીકત પૂર્ણ થાય છે. છદ્મસ્થપણના ૧૨ ને કેવળીપણાના ૩૦ કુલ ૪ર ચોમાસા પ્રભુએ ક્યાં ક્યાં કર્યો? તે સુબાધિકા ટીકામાં આ પ્રમાણે બતાવેલ છે.
૧ અસ્થિકગ્રામ, ૩ ચંપા ને પૃષચંપામાં, ૧ર વિશાળાનગરી અને વાણિજ્યગ્રામની નિશ્રાએ, ૧૪ રાજગૃહી નગરી ને નાલંદાપાડાની નિશ્રાએ, ૬ મિથિલામાં, ૨ ભદ્રિકામાં, ૧ અલંભિકામાં, ૧ શ્રાવસ્તિમાં, ૧ વજભૂમિમાં (અનાર્ય દેશમાં) ને છેલ્લું મધ્યમ અપાપામાં. એમ કુલ ૪૨ ચોમાસા સમજવા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com