________________
૨૪
રાગનું બંધન તેડવા માટે પ્રભુએ તેમને નજીકના ગામે દેવશર્મા બ્રાહ્મણને પ્રતિબદ્ધ કરવા મોકલ્યા.
પ્રભુને નિર્વાણ સમય જ્ઞાનવડે જાણે અનેક દેવદેવીએ ત્યાં આવવા લાગ્યા. ભગવંતે તે સંસારને પાશ જે રીતે ત્રાડ્યો હતો તે જ રીતે કર્મને પાશ પણ ત્રોડી નાખે. તેમને કોઈના પર મોહ-મમતા તે હતા જ નહીં, સર્વથા નિરીહ હતા. તેમણે અંત અવસ્થાએ આ દેહના મમત્વને પણ તજી દીધો અને આસો વદિ ૦)) ની રાત્રિએ ચાર અઘાતિકર્મને ક્ષય કરી એક સમયે મોક્ષે પધાર્યા. અનંત ને અવ્યાબાધ સુખના ભાજન થયા કે જે સુખનું વર્ણન કેવળ જ્ઞાનીઓ પણ કરી શકતા નથી. તેમણે સમગ્ર જિંદગી પરોપકાર માટે જ વ્યતીત કરી. છેવટના મુનિપણાના ૪૨ વર્ષ તેમાં પણ કેવળપણાના ૩૦ વર્ષમાં તે ઉપકાર કરવામાં બાકી રાખી નહીં. અનેક મનુષ્યને મુનિપણું ને શ્રાવકપણું આપી તેમને પરિસંસારી બતાવ્યા.
આ ૪૨ મું ચેમાસું (કેવળપણાનું ૩૦ મું ચોમાસું) પાવાપુરીમાં થયું.
તમસ્વામીને કેવળજ્ઞાન, દેવશર્મા દ્વિજને પ્રતિબંધીને કાર્તિક સુદિ ૧ ના પ્રાત:કાળે ૌતમસ્વામીએ ત્યાંથી પાછા વળતા ઉત્સાહભેર પ્રભુ પાસે આવવા માટે વિહાર કર્યો. માર્ગમાં અનેક દેવદેવીઓના મુખેથી પ્રભુનું નિર્વાણ થયું જાણી તેમને પારાવાર ખેદ થયે આવે અણને વખતે પ્રભુએ તેમને પિતાથી છૂટા પાડ્યા તેને માટે બહુ લાગી આવ્યું,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com