________________
એક વાર શ્રી વિમળનાથ પ્રભુના મુનિને તેને સમાગમથઈ ગયે. તેમના ઉપદેશથી તેણે માબાપનો સંસારમાં રેકવાને અત્યંત આગ્રહ છતાં દીક્ષા લીધી અને ચારિત્ર પાળી પાંચમા બ્રહ્નાદેવલોકમાં દશ સાગરોપમના અયુષ્ય દેવ થયા. ત્યાંથી આવી તું સુદર્શન થયું છે. વિચાર કર કે તારું દશ સાગરોપમનું આયુષ્ય પણ પૂરું થયું કે નહીં?” આ પ્રમાણે સાંભળી પ્રતિબંધ પામી તેણે દીક્ષા લીધી અને વિશુદ્ધ ચારિત્ર પાળી મેક્ષે ગયા.
આ ૩૫ મું ચોમાસું પ્રભુએ વિશાળામાં જ કર્યું. ત્યારપછી પ્રભુ મધ્ય પ્રદેશમાં જુદા જુદા દેશો તથા નગરીએમાં વિચર્યા. પાછા વિદેહ તરફ આવ્યા. ત્યાંથી વાણિજ્યગામમાં આવતાં આનંદ શ્રાવકને થયેલ અવધિજ્ઞાનનો ને ગૈાતમસ્વામીએ આપેલ મિથ્યા દુકૃતને પ્રસંગ બને.
૩૬ મું ચેમાસું પ્રભુએ મિથિલામાં કર્યું.
ચોમાસા બાદ અંગદેશમાં ચંપાનગરીમાં આવ્યા. કામદેવ શ્રાવકને પિશાચે કરેલું ઉપસર્ગ આ વર્ષમાં બન્યું. પ્રભુએ રાજગૃહી તરફ વિહાર કર્યો. ત્યાં પ્રભુના ઘણા મુનિઓ ક્ષે ગયા. પ્રભાસ ગણધર પણ આ વર્ષમાં જ મોક્ષે ગયા.
૩૭ મું ચોમાસું પ્રભુએ રાજગૃહીમાં કર્યું.
ચોમાસા બાદ પણ પ્રભુ મગધ દેશમાં જ વિચર્યા. આ વર્ષમાં અચળબ્રાતા ને મેતાર્યા બે ગણધર નિર્વાણ પામ્યા. ૩૮ મું ચોમાસુ પ્રભુએ રાજગૃહીના નાલંદાપાડામાં કર્યું
ચોમાસાબાદ પ્રભુએ વિદેહ ભૂમિમાં જ વિચર્યા કર્યું. મિથિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com