________________
૧૯
ત્યાંથી પ્રભુએ ચંપા તરફ વિહાર કર્યો. ત્યાં પધાર્યા એટલે પ્રભુની આજ્ઞાથી ગતમસ્વામી શાળમહાશાળ મુનિની સાથે ચંપાએ જઈ તેણે રાજ્ય પર સ્થાપન કરેલા ભાણેજ ગાગલીને તેમજ તેના માતાપિતા પીર તથા યશોમતીને ઉપદેશ આપે. તેમણે મૈતમસ્વામી પાસે દીક્ષા લીધી. ત્યાંથી પ્રભુ પાસે આવતાં માર્ગમાં શુભ ધ્યાનવડે શાલમહાશાલ તેમ જ ગાગલી અને તેના માતાપિતા એ પાચેને કેવળજ્ઞાન થયું. પ્રભુ પાસે આવતાં ગતમસ્વામીએ તે હકીકત જાણું એટલે તેમને આશ્ચર્ય થયું અને ખેદ પણ થયે કે “મને કેવળજ્ઞાન થશે કે નહીં?” તે જાણું પ્રભુએ તેને પિતાની પાસે બેલાવી કહ્યું કે-“હે મૈતમ! તમે મારી પાસે બહુ વર્ષોથી રહ્યા છો તેથી તમારે મારા પર બહુ રાગ છે તેમ જ પૂર્વને પણ ઘણું ભવનો મારી સાથે સંબંધ છે તેથી તમને કેવળજ્ઞાન થતું નથી, પરંતુ પ્રાંતે તમે કેવળજ્ઞાન પામી મારા સરખી સિદ્ધદશાને મેળવશે.” આ પ્રમાણે સાંભળી તેઓ નિશ્ચિત થયા. પ્રભુએ ૩૩ મું ચેમાસું રાજગૃહીમાં જ કર્યું.
આ અરસામાં ઘણું મુનિઓએ અનશન કરેલું હોવાથી ચોમાસાબાદ પણ પ્રભુ રાજગૃહીમાં જ રહ્યા.
રાજગૃહીની બહાર ગુણશીલ નામના યક્ષના સ્થાનમાં પ્રભુ રહ્યા હતા, તેની નજીકમાં થોડે દૂર કળદાયી વિગેરે દશ ગૃહસ્થો રહેતા હતા. એક વાર તેઓ એકઠા થઈને વિચાર કરવા લાગ્યા કે “ભગવંત મહાવીર ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદગળાસ્તિકાય ને જીવાસ્તિકાય એમ પાંચ અસ્તિકાય કહે છે, તેમાં પુદગળાસ્તિકાય રૂપી છે ને ચાર અરૂપી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com