________________
૧૮
વાણિજ્યગ્રામમાં સેલિબ્રિજ મળે. તે પિતાના શાસ્ત્રમાં ઘણે પ્રવીણ હતો. તેણે પ્રભુ પાસે આવી અનેક પ્રશ્નો પૂછી પ્રભુના સર્વજ્ઞાણાની ને અકષાયીપણાની ખાત્રી કરી. તેણે પ્રભુ પાસે ચારિત્ર પાળવાને અશક્ત હોવાથી શ્રાવકના તે ગ્રહણ કર્યા અને શ્રાવકપણું ઘણા વર્ષો સુધી પાળી સ્વર્ગે ગયે.
પ્રભુએ ૩૦ મું ચોમાસું વાણિજ્યગ્રામે કહ્યું.
ચોમાસા બાદ પ્રભુએ કેશલ, પાંચાલ વિગેરે દેશો તરફ વિહાર કરી વૈશાળીમાં આવી ૩૧ મું ચોમાસું ત્યાં કર્યું.
માસા બાદ કપિલ્યપુરમાં અંબડ પરિવ્રાજક મળે. તેણે દીક્ષા તે ન લીધી પણ જૈનપણું સ્વીકારી શ્રાવકના કેટલાક વ્રત લીધા. ત્યાંથી વિહાર કરી, પ્રભુ કાશી વિગેરે પ્રદેશમાં ફરી પાછા વૈશાળીએ આવી ૩ર મેં મારું ત્યાં કર્યું.
વાણિજ્યગ્રામમાં પ્રભુને પાર્શ્વનાથના સંતાનીઆ ગાંગેય અણગારને સમાગમ થયો. તેમણે પ્રભુને અનેક પ્રકારના પ્રશ્નો અને ભાંગાઓ પૂછળ્યા. ભગવંતે આપેલા તેના તાત્કાલિક ઉત્તરોથી પ્રભુને સર્વજ્ઞ–સર્વદશી જાણે તેમણે પ્રભુ પાસે ફરીને દીક્ષા લઈ પાંચ મહાવ્રતરૂપ ધર્મ સ્વીકાર્યો. (આ ભાંગાઓનું સ્વરૂપ ભગવતી સૂત્રના શતકલ્માના ઉદ્દેશા ર૨ મામાં વર્ણવેલું છે.)
પ્રભુએ ત્યાંથી મગધ ભણી વિહાર કર્યો, કારણ કે કેટલાક મુનિઓને વિપુળગિરિ પર અનશન કરવાની ઈચ્છા હતી.
અહીં પ્રભુએ છઠ્ઠા આરાના તેમજ પાંચમા આરાના ભાવ કહ્યા. એક કાળચક્રનું, ઉત્સર્પિણી અવસર્પિણીનું તેમજ તેના બારે આરાનું સ્વરૂપ વિસ્તારથી કહ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com