________________
૧૬
સંતાનિયા કેશી ગણધર પણ ત્યાં આવ્યા હતા. તે વખતે અને સમુદાયના સાધુ એકત્ર મળતાં વ્રતની સંખ્યામાં અને વસ્ત્રના રંગ વિગેરેમાં જુદાઇ જાણી પાતપેાતાના ગુરુ પાસે આવી તેનું કારણ પૂછવા લાગ્યા. એટલે ગૈાતમસ્વામી પાતે જ કેશીગણધરને દીક્ષાપર્યાય વિશેષ જાણી તેમની પાસે ગયા. કેશીગણધર સત્કાર કર્યા પછી બંને વચ્ચે વાતચીત થતાં સ્પષ્ટ ખુલાસેા થયા. માભેદનું કારણ જીવભેદ-ઋજીજડ, ઋજીપ્રાજ્ઞ અને વક્રજડની વિવક્ષા થઇ. પરિણામે કેશીગણુધરે વીરપ્રભુનું શાસન સ્વીકાર્યું.
પ્રભુ ત્યાંથી હસ્તિનાપુર તરફ જતાં ત્યાં શિવરાજર્ષિ મળ્યા કે જે ત્યાંના રાજા હતા અને વૈરાગ્ય થવાથી તાપસી દીક્ષા લીધી હતી. અનેક પ્રકારનું અજ્ઞાનક કરતાં તેમને વિભગજ્ઞાન થયું હતું તેથી તે સાત દ્વીપ ને સાત સમુદ્ર જોઇ શકતા હતા. એટલે તેથી વધારે દ્વીપેા કે સમુદ્રા નથી એમ કહેતા હતા. તે વાત ગાચરી ગયેલા ગીતમસ્વામીએ સાંભળી, તેથી પ્રભુ પાસે આવીને પૂછ્યું. પ્રભુએ કહ્યું કે ‘શિવરાજર્ષિની વાત ખેાટી છે, દ્વીપેા ને સમુદ્રો તા . અસખ્યાતા છે. ’ આ વાત સાંભળી શિવતાપસ મહાવીર પ્રભુ પાસે આવ્યા અને ઘણી ચર્ચા કર્યા બાદ પ્રભુએ કહેલ તે સત્ય છે એમ સ્વીકારી પ્રભુ પાસે દીક્ષા લીધી. ત્યારપછી તીવ્ર તપ બહુ વર્ષો સુધી કરી અનશન કરીને મેક્ષે ગયા.
આ અરસામાં ત્યાં પાટ્ટિલ નામે એક ગૃહસ્થ રહેતા હતા. તેણે પણ પ્રભુના ઉપદેશ સાંભળી વૈરાગ્ય પામી દીક્ષા લીધી અને તે પાટ્ટિલ અણગાર અમુક વર્ષ સુધી ચારિત્ર પાળી પ્રાંતે અનશન કરી અનુત્તર વિમાનમાં દેવ થયા.
પ્રભુએ ત્યાંથી વૈશાળી ને વાણિજ્યગ્રામ તરફ વિહાર કર્યા.
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat