________________
૧૫
વાત કહી અને તેની શક્તિ વિષે પૂછ્યુ. ત્યારે પ્રભુએ કહ્યુ કે ‘તેના કરતાં આ અણુગારા અનતગણી શક્તિવાળા છે. ગાશાળા મને કાંઇ કરી શકે તેમ નથી, તે પણ તું બધા મુનિઓને કહી દે કે તે આવે ત્યારે તેની સાથે કાઈ વિવાદ ન કરે.’ ગોશાળા આવ્યેા. પ્રભુને હલકા વચના કહેવા લાગ્યા. તે ન સાંભળી શકવાથી એ મુનિઓએ તેને ખાટું ખેલવા માટે અને પ્રભુનું અપમાન કરવા માટે સહજ કહ્યું, તેટલામાં તેા તેણે કપાયમાન થઇ તે અને મુનિને તેજોલેશ્યાવડે ખાળી દીધા. પછી પ્રભુએ તેને પાતાપણું ન છુપાવવા કહ્યુ, એટલે તેણે પ્રભુની ઉપર પણ તેજલેશ્યા મૂકી. તે પ્રભુને પ્રદક્ષિણા દઇને ગેાશાળાના શરીરમાં જ પેઠી. ગેાશાળાએ પ્રભુને કહ્યું કે ‘તમે મારી તેજોલેશ્યાથી છ માસમાં મૃત્યુ પામશે ' પ્રભુએ કહ્યું કે હું તે હજુ ૧૬ વર્ષ વિચરવાના છું, પણ તું તારી જ તેજલેશ્યાવડે આજથી સાતમે દિવસે મરણ પામીશ.’ તે ત્યાંથી ચાલ્યેા ગયા. પરિણામે સાતમે દિવસે મરણ પામ્યા. અહીં પ્રભુને તેની તેજોલેશ્યાના સ્પર્શથી છ માસ પર્યંત દસ્તમાં લેાહી પડયું. પછી સિંહમુનિની વિનંતિથી રેવતી શ્રાવિકાને ત્યાંથી તેણે પાતાને માટે કરેલા બીજોરાપાક મગાવી પ્રભુએ વાપર્યો ને વ્યાધિ તરત જ શમી ગયા. સિંહમુનિ અને સર્વ ગણધરાદિ નિશ્ચિંત થયા.
>
"
પ્રભુ ત્યાંથી વિહાર કરી મિથિલા તરફ પધાર્યા અને સત્તાવીશમું ચામાસું મિથિલામાં કર્યું
વીરપ્રભુના કેવળીપણાના છેલ્લા ૧૫ વર્ષ,
૨૭ મું ચામાસું મિથિલામાં કર્યા પછી પ્રભુએ પશ્ચિમ તરફ વિહાર કરતાં પ્રથમ શ્રાવસ્તીમાં આવ્યા. તે વખતે શ્રી પાર્શ્વનાથના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com