________________
૧૭
વૈશાળીનું યુદ્ધ તે બંધ થયું હતું, પરંતુ તે યુદ્ધથી વાણિજ્યગ્રામને પણ ઘણી હાનિ થઈ હતી. ધીમે ધીમે માણસો ભરાવા માંડયું હતું. પ્રભુએ ૨૮મું મારું ત્યાં કર્યું.
ચોમાસા બાદ પ્રભુએ મગધ તરફ વિહાર કર્યો. એ વર્ષમાં કાંઈ વિશેષ હકીકત બનેલી નેંધાયું નથી. કેટલાક મુનિઓએ વિપુલગિરિ પર જઈને અણસણ કર્યું હતું. આ ૨૯ મું ચોમાસું પ્રભુએ રાજગૃહીમાં કર્યું.
માસા બાદ પ્રભુએ ચંપા તરફ વિહાર કર્યો. ત્યાં શાલને મહાશાલ નામના બે બંધુઓ યુવરાજ હતા. તેમણે પ્રભુને ઉપદેશ સાંભળી વેરાગ્ય પામી પોતાની બહેન યશોમતીના પુત્ર ગાગલીને રાજ્ય સેંપી દીક્ષા લીધી.
પ્રભુએ ત્યાંથી દશાર્ણ દેશ તરફ વિહાર કર્યો. તે દેશમાં દશાર્ણપુરના રાજા દશાર્ણભદ્ર પ્રભુને પધાર્યા સાંભળી કેઈએ ન કર્યું હોય એવું અપૂર્વ સામૈયું કરવાનો નિરધાર કર્યો અને તેવું સામૈયું લઈ પ્રભુ પાસે આવ્યા. તે વખતે સૌધર્મેદ્ર તેમની ભક્તિમાં અભિમાનનું વિષ ભળતું જાણી પતે ૬૪૦૦૦ હાથીઓ વિગેરે વિમુવી આકાશમાગે ઉતરવા લાગ્યા. તેમની દ્ધિ જોઈ દશાર્ણભદ્રનું માન ગળી ગયું, એટલે તેમણે તત્કાળ વૈરાગ્ય પામી રાજ્ય તજી દઈ પ્રભુ પાસે દીક્ષા લીધી. તે જોઈ છે તેમને નમસ્કાર કર્યો અને ખરેખરા માનના જાળવનારા કહી ખમાવ્યા. દશાર્ણભદ્ર મુનિ અનેક પ્રકારને તપ તપવા લાગ્યા.
પ્રભુએ ત્યાંથી વિદેહ દેશ તરફ વિહાર કર્યો. માર્ગમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com