________________
૧૩
સાંભળી વૈરાગ્ય પામી દીક્ષા લીધી. તે વખતે પ્રભુએ સર્વે શ્રમણ-શ્રમણીઓને તેનું દષ્ટાંત આપીને કહ્યું કે- જે સાધુ કે સાધ્વી ચારિત્ર લીધા પછી જિનરક્ષિતની જેમ સંસારના વિષયસુખમાં લેભાગે તે દુર્ગતિનું ભાજન થશે.” (જિનપાલિત ચારિત્ર પાળી સ્વર્ગે ગયે.) આ ૨૫ મું ચેમાસું પ્રભુએ મિથિલામાં કર્યું.
ચોમાસાબાદ પ્રભુ અંગદેશ તરફ વિહાર કરી ચંપાનગરીમાં પધાર્યા. આ અરસામાં વૈશાલીનું મહાયુદ્ધ થયું. યુદ્ધનું કારણ એ હતું કે–શ્રેણિકરાજાએ એક ૧૮ શેરને હાર ને સેચનક હસ્તિ પોતાના પુત્ર હલ્લવિહટ્ટને આપ્યા હતા. શ્રેણિક રાજાના મૃત્યુ પછી કેણિક રાજા થતાં તેની સ્ત્રી પદ્માવતીએ તે બંને પદાર્થો લાવવા કણિકને કહ્યું. કોણિકે બંને વસ્તુ આપવા કહેવરાવ્યું. હલવિહલે જાણ્યું કે “કેણિક રાવરીથી તે લઈ લેશે તેથી તે છાનામાના બંને વસ્તુ લઈને ચંપાથી નીકળી પોતાના માતામહ ચેડારાજા પાસે વિશાળામાં આવ્યા. કેણિકે બે વસ્તુ સાથે તે બંનેને પાછા મોકલવા ચેડારાજાને કહેવરાવ્યું. ચેડારાજાએ તેની ના પાડતાં કણિક તેના પર ચડી આવ્યું. આ વખતે વૈશાલીમાં મહાયુદ્ધ થયું. જેમાં લાખો માણસ મરાણા. પ્રભુ ચંપામાં હતા તે અરસામાં શ્રેણિક રાજાની ૧૦ વિધવારાણુઓએ પોતાના દશ પુત્ર યુદ્ધમાં મરણ પામવાથી વૈરાગ્ય પામીને પ્રભુ પાસે દીક્ષા લીધી અને તીવ્ર તપ કર્યું. પ્રભુએ ૨૬ મું ચોમાસું મિથિલામાં કર્યું.
યુદ્ધમાં જીતવાને સંદેહ થવાથી ચેડારાજાએ નગરીના દ્વારા બંધ કર્યા. કેણિક ફરતે ઘેરે ઘાલીને રહ્યો. તે વખતે હલ્લવિહલ્લ રાત્રે સેચનક ઉપર આવીને કણિકના લશ્કરને વિનાશ કરવા લાગ્યા. તેની ખબર પડતાં કેણિકે તેના માર્ગ વચ્ચે એક ખાઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com