________________
દીધો હતો. શ્રેણિકરાજા તે વાત જાણતાં તેને લઈ આવ્યા હતા. પરંતુ ચેલણનું તેની ઉપર દિલ ન હોવાથી તે તેને માટે બીજા પુત્ર કરતાં ખાનપાનમાં સંકેચ કરતી હતી. કેણિક આ બધું શ્રેણિક કરાવે છે એમ માનતા હતા. એક વાર કેણિક તેના પુત્રને ખોળામાં લઈને જમવા બેઠે હતો, તે વખતે બાળક ભાણામાં મુતર્યો, કેણિકે તેને અટકાવ્યો નહીં અને ભજનને થોડો ભાગ દુર કરી બીજું ખાઈ ગયો. તે વખતે તેની સામે બેઠેલી ચેલણાની આંખમાં આંસુ આવ્યા. કેણિકે તેનું કારણ પૂછયું, એટલે બાલ્યાવસ્થામાં તેના પર શ્રેણિક રાજાને નેહ કે હતા તે ચેલાએ કહી સંભળાવ્યું. તેથી તેમને તરત જ કેદમાંથી છૂટા કરવા તે કુહાડે લઈને પાંજરું ભાંગવા ચા. શ્રેણિક રાજાએ તેને તેવી રીતે આવતો જોઈ મરણના ભયથી આપઘાત કર્યો. કણિકને ઘણે શેક થયે. પછી શેક અળસાવવા રાજગૃહીથી રાજધાની બદલી ચંપામાં કરી.
પ્રભુએ રાજગૃહીથી ચંપા તરફ વિહાર કર્યો. ત્યાં શ્રેણિક રાજાના પદ્મ વિગેરે દશ પિત્રોએ પ્રભુની દેશનાથી વૈરાગ્ય પામી આગ્રહપૂર્વક માબાપની રજા લઈ ચારિત્ર લીધું. પ્રાંતે અનશન કરી સ્વર્ગે ગયા.
ત્યારપછી માકંદી અને ભદ્રાના પુત્ર જિનપાલિતે પ્રભુ પાસે દિક્ષા લીધી. તેની કથા બહુ લાંબી છે, પરંતુ તેને સાર એ છે કે-માર્કદીના પુત્ર જિનરક્ષિત ને જિનપાલિત નામના હતા, તેમણે ૧૧ વાર સમુદ્રમાર્ગે મુસાફરી કરીને પુષ્કળ દ્રવ્ય મેળવ્યું હતું. બારમી વખત માબાપની ના છતાં સમુદ્ર માગે ઘણું કરિયાણું લઈને ગયા. પવનના જોરથી વહાણુ ખરાબે ચડયું ને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com