________________
૧૨
ભાંગી ગયું. બંને ભાઈઓને એક પાટિયું મળ્યું. તેને આધારે તે એક અજ્ઞાત દ્વીપે નીકળ્યા. ત્યાંની દેવી તેને પોતાના ભુવનમાં લઈ ગઈ અને તેની સાથે સુખભેગ ભેગવવા લાગી. એક વાર તે દેવીને ઈદ્રની આજ્ઞાથી લવણસમુદ્ર સાફ કરવા માટે જવું પડ્યું. એટલે તે બંને જણને દક્ષિણ દિશાના વન તરફ ન જવાનું સૂચવીને ગઈ. બંને જણને એક વાર દક્ષિણ તરફ જવાની મરજી થઈ. ત્યાં જતાં એક જણને શૂળી ઉપર ચડાવેલો જોઈ દેવીનું તે કૃત્ય જાણું તેઓ ભય પામ્યા. તેમણે આ ભયમાંથી બચવાને ઉપાય શૂળી પર રહેલાને પૂછ્યું. પેલા પુરુષે કહ્યું કે“અહીંથી પૂર્વ દિશાએ એક શિલક યક્ષનું મંદિર છે. તે યક્ષ આઠમ વિગેરે છ તિથિએ પ્રગટ થઈ “ કેને તારું ? કેને ઉગારું ?” એમ પૂછે છે. તે વખતે તમે કહેજે કે “અમને તારે, અમને ઉગારે ” એમ કહેવાથી તે અશ્વનું રૂપ ધારણ કરશે ને તમને તેના પર બેસાડી તમારે સ્થાનકે પહોંચાડશે. ” બન્ને જણાએ તે પ્રમાણે કર્યું. યક્ષે કહ્યું કે- પેલી દેવી તમારી પાછળ આવી તમને ભેળવવાના અનેક પ્રયતને કરશે, તેથી જે ભેળવાશે ને તેની સામું જોશે તેને હું પાડી નાખીશ ને તે મરણ પામશે.” બન્ને જણાએ તે વાત કબૂલ કરી. યક્ષ બંનેને પિતાની પીઠ ઉપર બેસારી ચા. દેવી પાછળ આવી. તેણે ઘણે પ્રયાસ કર્યો પણ જિન પાલિત ન ભેળવાશે. જિનરક્ષિતે તેની સામે જોયું એટલે યક્ષે તેને પાડી નાખે. તે બરે હાલ મરણ પામ્યા. જિનપાલિત નિર્વિધ્રપણે પિતાને સ્થાનકે પહોંચ્યો. માતાપિતાને બધી વાત કહી. તેઓ ખેદ પામ્યા. પછી ભગવંત ત્યાં પધારતાં જિનપાલિત વંદન કરવા ગયો. તેણે પ્રભુને ઉપદેશ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com