________________
૧૪ ખેદાવી તેમાં અંગારા ભરી ખાઈ ઢાંકી દીધી. સેચનકે વિભંગાને તે વાત જાણી આગળ પગલું ન ભર્યું. હલ્લવિહલ્લના આક્રોશથી સેચનકે તેને પોતાની પીઠ ઉપરથી ઉતારી પતે અગ્નિમાં ઝંપાપાત કર્યો. તે જોઈ હલ્લવિહલ્લને અત્યંત દુઃખ થયું. પછી પ્રભુએ મિથિલાથી શ્રાવસ્તી ભણું વિહાર કરતા હલ્લવિહલે પ્રભુ પાસે આવી દીક્ષા લીધી.
એ ચોમાસા બાદ કોણિકે કુલવાલુકને લાવી, વૈશાળીમાં દાખલ કરી મુનિસુવ્રતસ્વામીને પ્રભાવિક સ્તૂપ ખેદાવી નાખે. પછી કેણિકે વૈશાળીમાં પ્રવેશ કર્યો. ચેડા રાજાએ વાવમાં પડતું મૂકયું. ત્યાંથી ધરણે તેમને પોતાના આવાસમાં લઈ ગયા. કોણિકે આખી વૈશાળી નગરીને દવંસ કરી તેમાં ગધેડાવડે હળ ખેડાવ્યું. (વૈશાળીના વિનાશ સંબંધી જેન ને દ્ધ શાસ્ત્રકારે જુદા જુદા કારણે કહે છે.)
હલ્લવિહāને દીક્ષા આપી પ્રભુ શ્રાવસ્તીએ પધાર્યા. અહીં પ્રભુને શાળકને છેલ્લે સમાગમ થયે. તે આ પ્રમાણે–
ભગવંત શ્રાવસ્તીમાં પધાર્યા ત્યારે ગાશાળો પણ ત્યાં આવેલ હતો. તે હાલાહલા નામની કુંભારણના હાટમાં ઊતર્યો હતો. પ્રભુએ ત્યાં ગોશાળાનું ખરું સ્વરૂપ પ્રગટ કરેલું તે સાંભળી શાળ પ્રભુ પર બહુ ક્રોધે ભરાણે. તેણે પ્રભુના શિષ્ય આનંદમુનિ બેચરી માટે નીકળ્યા હતા તેને બોલાવીને કહ્યું કે “તું તારા ધર્માચાર્યને કહેજે કે તે મારી નિંદા કરે છે પણ હું જ્યારે તેમની પાસે આવીશ ત્યારે તે મારું તેજ સહન કરી શકવાના નથી અને હું તેને બાળી દઈશ.” આવા તેના વચન સાંભળી આનંદમુનિ ગભરાઈને પ્રભુ પાસે આવ્યા. શાળાએ કહેલી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com