________________
૧૦
અંધારી રાત્રે સર્પને કેમ દીઠા ?' તે ખાખત પૂછતાં કેવળજ્ઞાન પામ્યાનું જાણી ચંદના સાધ્વી તેમને ધ્યાનવડે તેમને પણ કેવળજ્ઞાન થયું'.
ખમાવવા લાગ્યા. શુભ
ત્યાંથી પ્રભુએ મગધદેશમાં વિહાર કર્યો, રાજગૃહી પધાર્યા. ત્યાં શ્રી પાર્શ્વનાથના સતાનિયા મુનિ સાથે શ્રાવકાને થયેલી ચર્ચા સાંભળી ગાતમસ્વામીએ પ્રભુને પૂછ્યું કે ‘ તે મુનિએએ ઉત્તર આપ્યા એ બરાબર છે ?' પ્રભુએ કહ્યું કે ખરાખર છે. ’
.
આ અરસામાં અભયકુમાર વિગેરે મુનિએએ અનશન કર્યુ. એટલે પ્રભુએ તે ૨૪ સુ' ચામાસુ` રાજગૃહીમાં જ કર્યું.
ત્યારપછીની હકીકત જાણવા માટે આપણે રાજગૃહીમાં થયેલી રાજ્યક્રાંતિ વિગેરેની બીના જાણવી પડશે. શ્રેણિકરાા રાજ્ય ઉપર ૫૧-પર વર્ષ રહેવાથી તેના પુત્ર કાણિક મૂ ઝાયા. તેણે બીજા ભાઇઓને પક્ષમાં લઇને શ્રેણિક રાજાને કેદખાનામાં નાખ્યા અને પોતે રાજા થયા. શ્રેણિકની કેદખાનામાં તેણે ઘણી કદના કરી, તેની પાસે આવવાની પણ અધાને મનાઈ હતી. તેના વિચાર ભૂખ્યાતરસ્યા શ્રેણિકરાજાને મારી નાખવાના હતા, પરંતુ માત્ર ચેલણાને તેની પાસે જવાની છૂટ હતી. તે મસ્તકના વાળ મદિરાવડે ખૂબ પલાળી, અંદર અડદના લાડવા સંતાડી શ્રેણિક રાજા પાસે જતી અને કેશ નીચેાવી મંદિરાપાન કરાવતી ને લાડવા ખવરાવતી તેથી તે બચ્યા હતા.
કાણિક ગર્ભોમાં આન્યા ત્યારે જ ચેલણાને શ્રેણિકરાજાના હૃદયનું માંસ ખાવાની ઇચ્છા થઇ હતી. અભયકુમારે યુક્તિથી પૂર્ણ કરી હતી, પરંતુ ચેલણાએ જન્મતાં જ તે પુત્રને ઉકરડે નાખી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com