________________
રેવતીને કઠણ વચન કહ્યું તેનું પ્રાયશ્ચિત્ત કરે.” મહાશતકે પ્રભુના કહેવા પ્રમાણે પ્રાયશ્ચિત્ત કર્યું. પછી અનશન કરી મૃત્યુ પામી પ્રથમ દેવલેકે ગયા. ) બાવીશમું માસું પ્રભુએ રાજગૃહીમાં કર્યું.
ચોમાસા દરમ્યાન પાર્શ્વનાથના સંતાનીઆ અનેક મુનિઓને પ્રભુ સાથે સંગ થયે. તેમની સાથે પ્રીનેતર થતાં તેમને પ્રભુના સર્વાપણાની ખાત્રી થઈ એટલે તેમણે વરપ્રભુનું શાસન સ્વીકાર્યું.
ચોમાસાબાદ પ્રભુ ત્યાંથી વિહાર કરી પશ્ચિમદિશા તરફ જતાં કૃદંગલા નગરીએ પધાર્યા. ત્યાં અનેક શ્રાવક શ્રાવિકાઓ પ્રભુને વંદન કરવા આવ્યા. તે સાથે સ્કંદમાં નામે પરિવ્રાજક પણ આવ્યા. તે પરિવ્રાજકને પ્રથમ પિંગળી નામના એક નિગ્રંથ મુનિ સાથે ધર્મ સંબંધી વાદવિવાદ થયે હતો તેથી તેના મનમાં પિતાના મત વિષે શંકા ઉત્પન્ન થઈ હતી. તેવામાં પ્રભુ ત્યાં પધાર્યા. કુંદક તેના શાસ્ત્રોમાં બહુ પ્રવીણ અને ધુરંધર હતું. તે પ્રભુ પાસે જવા ચાલ્યા. પ્રભુએ તેની સામે ૌતમસ્વામીને મોકલી તેના હૃદયના ભાવ કહ્યા. પ્રભુ પાસે આવી પ્રશ્નોત્તરો થતાં તેને પ્રભુનું સર્વપણું સમજાવ્યું. પ્રભુએ બીજી ઘણું વાત તેને સમજાવી, પ્રાંતે તેણે પ્રભુ પાસે ચારિત્ર અંગીકાર કર્યું. (સ્થવિરે પાસે રહી અભ્યાસ કર્યો. પછી પ્રભુ પાસે મુનિની બાર પડિમા વહેવાની આજ્ઞા માગી. [ અહીં તે બાર પડિમાનું સ્વરૂપ વિસ્તારથી બતાવ્યું છે. ] પ્રભુની આજ્ઞા મળતાં કંદમુનિએ યથાર્થપણે તે પ્રતિમાનું આરાધન કર્યું. તેના આરાધનમાં બહુ તીવ્ર તપ કરવાનું હોય છે, તે પ્રમાણે તપ કરવાથી તેમજ ત્યારપછી ગુણરત્નસંવત્સર તપ કર્યો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com