________________
જા, તેથી તેણે શ્રાવકના વ્રત પ્રભુ પાસે લીધા. તે સાતમા શ્રાવક થયે. (તેના પ્રશ્રનેત્તર ખાસ વાંચવા જેવા છે. )
એ એકવીસમું મારું પ્રભુએ વાણિજ્યગ્રામે કર્યું.
ચોમાસા બાદ પ્રભુ મગધદેશમાં આવ્યા. રાજગૃહીએ પધાર્યા. તે વખતે ત્યાં મહાશતક નામે ગૃહસ્થ રહેતો હતો. તે મેટો ધનાઢ્ય હતા. તેને ૧૩ સ્ત્રીઓ હતી. પ્રભુને ઉપદેશ સાંભળી તેણે શ્રાવકના વ્રતો સ્વીકાર્યા. તે આઠમે શ્રાવક થયા. (તેની ૧૩ સ્ત્રીઓમાં રેવતી નામે સ્ત્રી અતિ વિષયી હતી. તેણે પોતાના વિષયવિલાસમાં ભાગ પાડનારી ૧૨ શાને શસ્ત્રપ્રયાગ તેમ જ વિષપ્રગથી મારી નાંખી. તે માંસાહારી હતી. મદિરા પીતી હતી. એકદા રાજા શ્રેણિકે અમરપડહ વગડાવતાં બીજે સ્થળેથી માંસ ન મળવાને લીધે તેણે પિતાના ગોકુળમાંથી રેજ બે વાછડાઓને મારીને તેનું માંસ ખાવાનું શરૂ રાખ્યું) (મહાશતક શ્રાવકે તો વ્રત લીધા પછી ૧૪ વર્ષ થતાં ૧૫ માં વર્ષના મધ્યમાં શ્રાવકની ૧૧ પડિમા વહેવાની શરૂઆત કરી. તે પ્રસંગમાં પણ રેવતી દારૂ પી, ઉન્મત્ત બની તેની પાસે પિષધશાળામાં આવી ઉપદ્રવ કરવા લાગી. ત્યારપછી મહાશતકને તો શુભ ધ્યાનના યોગથી આનંદ શ્રાવકની જેમ અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. ફરીને રેવતી ઉપસર્ગ કરવા આવી ત્યારે તેણે ક્રોધાવેશમાં કહ્યું કે-રે દુષ્ટ! અહીંથી તું ચાલી જા, તું તારા પાપકર્મથી મરણ પામીને નરકે જઈશ.” તે ત્યાંથી ચાલી ગઈ. પછી વીર પરમાત્મા ત્યાં પધારતાં તેમણે ગૌતમસ્વામીને મહાશતક શ્રાવક પાસે મોકલીને કહેવરાવ્યું કે-પડિમાધારી શ્રાવકે કોઈને કાંઈપણ કઠિન વચન કહેવું ન કપે. તમે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com