________________
તેથી પરિણામે તેમનું શરીર બહુ ક્ષીણ થઈ જતાં પ્રભુની આજ્ઞા માગી તેમણે અનશન કર્યું. તે પ્રસંગે સારી રીતે સંલેખના કરી અને શુભધ્યાને મરણ પામી સ્વર્ગે ગયા.)
ભગવંતે ત્યાંથી શ્રાવસ્તી તરફ વિહાર કર્યો. શ્રાવસ્તીમાં નંદિની પિતા અને સાલિહીપિતા નામે બે ગૃહસ્થ રહેતા હતા. તે પ્રભુને સમવસર્યા જાણી તેમની પાસે આવ્યા. ધર્મોપદેશ સાંભ. શ્રાવકના વ્રત ગ્રહણ કર્યા. (પ્રાંતે શ્રાવકની ૧૧ પડિમા વહન કરી, કુલ ૨૦ વર્ષ ગૃહસ્થ ધર્મ પાળી તે બંને શ્રાવક૯ મા ને ૧૦મા પ્રાંતે અનશન કરી પ્રથમ સ્વર્ગો દેવ થયા.)
વીશમું માસુ પ્રભુએ વાણિયાએ કર્યું. ચોમાસા બાદ પ્રભુ બ્રાહ્મણકુંડ ગામે પધાર્યા. ત્યાં જમાલિ મુનિએ આવી એકલા વિચરવાની આજ્ઞા માગી. પ્રભુ માન રહ્યા એટલે તેને આજ્ઞા માની જમાલિએ એકલવિહારીપણું સ્વીકાર્યું.
પ્રભુ ત્યાંથી વત્સદેશ તરફ વિહાર કરતાં કેશબીએ પધાયો. ત્યાં દિવસને પાછલે પહોરે સૂર્ય તથા ચંદ્ર મૂળ વિમાને પ્રભુને વંદન કરવા આવ્યા. સૂર્યાસ્ત સમય જાણું ચંદના સાધ્વી ઉપાશ્રયે ગયા પણ મૃગાવતી સાધ્વી પ્રકાશ જોઈને બેસી રહ્યા. પહોર રાત્રિ જતાં સૂર્ય ચંદ્ર પાછા ગયા એટલે અંધકાર થતાં મૃગાવતી ઉપાશ્રયે આવ્યા. ચંદના સાધ્વીઓ આટલી રાત્રિ સુધી બહાર રહેવા બાબત ઠપકો આપે. પછી તે તો નિદ્રાવશ થયા, પરંતુ અપરાધ ખમાવતાં ખમાવતાં મૃગાવતી સાધ્વીને કેવળજ્ઞાન થયું. તેવા વખતમાં એક સપને ચંદના સાધ્વીના હાથ પાસે થઈને જતા જોઈ મૃગાવતીએ તેમનો હાથ ઊંચો કર્યો એટલે તેમણે જાગી જઈને કારણ પૂછતાં સર્પનું કારણ કહ્યું. “આવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com