________________
કોણ કહે છે ? રાજધર્મ સાચો છે, પણ એ ત્યાગધર્મની પૂર્વદશા જેવો છે. રાજા યોગીનો પૂર્વાર્ધ છે.”
અરે ! આ મુનિ તો કાયરતાનો સંદેશ આપે છે. જાઓ, મુનિજી !રાજકુમારોનેશક્તિમાન રાજ કુમારોને ભરમાવી ભભૂત ન ચોળાવશો.’ મહાગુરુ મહામધે મોટા અવાજે કહ્યું : “રાજાઓને મંત્ર-તંત્રની વિદ્યા આપી અમે અવિજેય બનવા માગીએ છીએ. સંસારવિજયી નરોત્તમો પેદા કરવાનો પંથ અમારો છે.’
| ‘અવિજેતા એક માત્ર આત્માની ખપે. દેહની અવિજેતા સંસારમાં રાવણરાજ્ય જન્માવશે. પામર માણસોને પ્રતિસ્પર્ધી હોવા જરૂરી છે.”
‘પૃથ્વી પરથી પોતાના પ્રતિસ્પર્ધીઓને ભૂંસી નાખવા માટેનો તો આ મહાયત્ન છે, કૃપા કરીને ચાલ્યા જાઓ, મુનિ ! નહિ તો અમારે હાંકી કાઢવો પડશે. મારા પ્રતાપી શિષ્યોને ભરમાવશો નહિ. કોઈ વળી અજાણ્યા મંત્રબળના કારણે તમને ગદંભી નાદવિદ્યાના સ્વરો સ્પર્શ ન કરી શક્યા, એથી મનમાં મિથ્યાભિમાન લાવશો
મહાગુરુનો અવાજ મોટો થયો હતો. એ ટેકરીઓ પર પડછંદા પાડી રહ્યો.
અસ્થિપિંજર જેવો મુનિ મુખ પર દેવતાના જેવું હાસ્ય લઈને મલકાતા ઊભા હતા, જાણો કોપને એમણે જાણ્યો નહોતો, રોષ તો એમનાથી રિસાયો હતો.
‘શક્તિ, અવિજેય પ્રતિભા, દુર્ઘર્ષ તાકાત જગતનો મૂળમંત્ર છે.’ મહાગુરુએ શંખનાદ જેવા સ્વરે મુનિને સમજાવવા કહ્યું.
“મહાનુભાવો ! આમ આવો. જુઓ, મારે માટે આત્મા જ રક્ષવા જેવો ને દેહ જ તજવા જેવો છે. તમારો ભય મને નથી, બકે મારું અંતર તમને પ્રીત કરે છે. પણ એક પ્રશ્ન કરું, ને ઉત્તર તમે જાતે મેળવી લેજો. ને એ ઉત્તર પરથી તમારી શક્તિમાં બેઠેલી એશક્તિ વિચારી લેજો.’ મુનિ બોલ્યા ને થોભ્યા. અત્યારે એમની આંખોમાંથી એક અપૂર્વ જ્યોતિ પ્રસરી રહી હતી. મુનિ આગળ બોલ્યા,
‘એક જ પ્રશ્ન કરું છું. તમારી શક્તિ સો હાથીને સંહારી શકે, પણ મરેલી એક કીડીને જીવિત કરી શકે ખરી ?”
પ્રશ્ન વિચિત્ર હતો. બધા બે ઘડી મૂંઝાઈ ગયા.
કાલકને કંઈ ન સૂઝયું. એણે કહ્યું : “ખરેખર ! પહાડ જેવા હાથીને મારી શકાય, પણ મરેલી નાનીશી કીડીને જીવિત ન કરી શકાય. એવો કોઈ મંત્રતંત્ર અમારી જાણમાં નથી.’
દર્પણના મસ્તિષ્કમાં આ પ્રશ્ન ઊતર્યો જ નહિ. એણે કહ્યું : ‘અમે તો શાસક,
શાસન કરવું એ અમારો ધર્મ.’
“ખોટી વાત !' મુનિ બોલ્યા, ‘શાસનનો સાચો મંત્ર એ કે જો એ કોઈને દુઃખ આપે તો પણ સુખ આપવા માટે. સોની સોનાને તપાવે ખરો, પણ તે તો શુદ્ધ કરવા માટે, તમારી શક્તિની એ અશક્તિ છે, કે હણી શકો બધું રચી શકો ન કંઈ.”
| ‘શાંત રહે, ઓ મુનિ ! મંત્રવેત્તાના જગતને તું સાધુરામ શું સમજી શકે ?” હંમેશા પ્રતાપી લાગતા મહાગુરુ મહામા આજે જાણે તેજહીન બન્યા હતા. નિર્બળ માણસને પેદા થતો ગુસ્સો એમનામાં પ્રગટ્યો હતો. આગળ બોલ્યા,
‘મારી પાસે મંત્રશક્તિ છે, તો અજબ શાસન રચાશે. સંસારમાંથી રાવણનો નાશ થશે. ચોરનો નાશ થશે. વ્યભિચારીઓનો વિનાશ થશે. અધર્મીઓનું અવસાન થશે.’
‘સર્જન વગરની શક્તિથી કદી સંસારનું ભલું થયું નથી. માત્ર શારીરિક બળ માણસને ઘેલો બનાવે છે. તમારા આશ્રમો યુદ્ધોના અખાડા બન્યા છે. અહીંથી મંત્રતંત્ર લઈને બહાર નીકળેલા એશીલવાન લોકોએ જગતને અશાન્ત કર્યું છે. મંત્રનો મૂલ મંત્ર પરમાર્થ છે.' મુનિ સ્પષ્ટ બોલવા લાગ્યા હતા. - “મારા આશ્રમો યુદ્ધોના અખાડા ? ઓ પામર મુનિ ! મને તારા જેવા પર શક્તિપ્રયોગ કરતાંય દયા આવે છે.'
‘એ દયા જ તમારું કલ્યાણ કરશે. હે મહામઘ ! પ્રેમ જ તમારા જીવનને સુખમય બનાવશે. રાજકુમારોની ભૌતિક લિપ્સાઓને ભડકાવો મા !” મુનિ તો નીડર થઈને બોલતા હતા, પણ ગુરુભક્ત બનેલા દર્પણનો ક્રોધ કાબૂ બહાર થતો જતો હતો. એની બધી મહેનત માથે પડી હતી. પ્રશંસાના પૂરમાં વહેવાની આશા રાખતા દર્પણના બધા મનોરથો પર મુનિએ પાણી ફેરવ્યું હતું.
મુનિ તો બોલ્ય જ જતા.
‘જરા અંતર તપાસજો. ચોર કોણ ? વ્યભિચારી કોણ ? રાવણ કોણ ? તમે મંત્રોનું રોજ ચિંતન કરો છો, એમ કોઈ કોઈ દહાડો આત્મિક દશાનું પણ ચિંતવન કરજો. સંસારના દર્પણમાં દેખાતી કદરૂપતા આપણો જ પડછાયો છે, એ વીસરશો નહિ. ટૂંકમાં આ માર્ગ કલ્યાણમાર્ગ નથી. આજનો તમારો પ્રયોગ ખરું પૂછો તો શક્તિની અશક્તિનું પ્રદર્શન માત્ર નીવડ્યો છે.'
| ‘મારી પિતૃપરંપરાથી સંચિત અજેય શક્તિનું અપમાન !' દર્પણ ભાન ભૂલ્યો. એ એકદમ ધસ્યો. કોલક વચ્ચે પડે એ પહેલાં એણે મુનિને પકડ્યા અને પર્વતની કંદરા પર લીધા. કોઈ એને હા-ના કહે તે પહેલાં તેણે ગાંડા હાથીની જેમ મુનિને ધક્કો દીધો.
શક્તિમાં વસતી અશક્તિ 39
38 D લોખંડી ખાખનાં ફૂલ