Book Title: Lokhandi Khakhna Ful
Author(s): Jaibhikkhu
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 223
________________ ‘સાંજવાળી નર્તકી ક્યાં છે ?” “અંદર મુખ્ય વિશ્રાંતિગૃહમાં છે.” ‘મારે એ માનનીય નર્તકીને મળવું છે. એમને આપવાનો અગત્યનો સંદેશો મારી પાસે છે.” ‘ચલો, લઈ જાઉં.' ચોકીદારે કહ્યું અને એણે દરવાજો ખોલી નાખ્યો. હાથમાં પોતાની મશાલ લઈને યવનીને દોરતો આગળ ચાલ્યો. મઘા અને વાસુકિ ધીરી ધીરી ચર્ચા કરતાં બેઠાં હતાં, ત્યાં બારણે ટકોરા થયા. વાસુકિએ ઊઠીને દ્વાર ખોલ્યું. જોયું તો કોઈ પ્રચંડ સ્ત્રી ઊભેલી ! યવનીએ પરિચય આપતાં મઘાને કહ્યું, ‘આપને માન્યવર સેનાપતિજી યાદ કરે છે.' અત્યારે ? કેમ ?” વાસુકિએ પ્રશ્ન કર્યો. ‘અહીં રાજ કારણી પુરુષોને આવી સુંવાળી મુલાકાતો માટે દિવસે સમય મળતો નથી; રાત્રી બધી અહીં રસરાત્રીઓ હોય છે, ને રસરાત્રીઓ પરસ્પરને એ જ સમયે મળે છે.” આપનું નામ ?” ‘નિશાદેવી. હું સેનાપતિજીની, અંતઃપુરની ગુપ્તચર છું: પહેલાં રાજમહેલમાં હતી.' | ‘અંતઃપુરમાં પણ ગુપ્તચર ?” મઘાને આશ્ચર્ય થયું. મઘા આર્યગુરુ સાથે રહીને ભારતીય ભાષા સારી રીતે સમજતાં અને જે રીતે આવડે એ રીતે બોલતાં શીખી હતી. એનું ગાડું બરાબર ગબડતું. ‘હા, અહીંના મોટા પુરુષોના અંતઃપુર ખૂબ વિશાળ હોય છે, અને ત્યાં રોજ અનેક ખટપટો ચાલતી હોય છે. જારણ, મારણ, ઉચ્ચાટન, વશીકરણના પ્રયોગો ત્યાં રોજ ચાલતા હોય છે. રે, વિષ-પ્રયોગો સુધીની નોબત આવી જાય છે. એ વેળા અમારે રજેરજ ગુપ્ત માહિતી મેળવતાં રહેવું પડે છે. અમારા આધારે તો એ મહાપુરુષો જીવતા હોય છે !' ‘વારુ, સેનાપતિજીને મારી શી જરૂર પડી ?” મઘાએ ભોળા ભાવે પ્રશ્ન કર્યો. એને મહાગુરુ યાદ આવ્યા. યવનીને મા ભોળી લાગી, એ બોલી, | ‘અહીં પરદેશથી કોઈ સૌંદર્યવતી નર્તિકા આવે અથવા કુશળ એલચી આવે, એની જાણ પ્રથમ રાજદરબારમાં કરવી પડે છે. તમે તમારા આગમનની એ રીતે રાજદરબારે જાણ કરી નથી. મહામાન્ય સેનાપતિજી વેશપલટો કરીને સાંજે મહાકાલેશ્વરના 424 | લોખંડી ખાખનાં ફૂલ મંદિરમાં લોકચર્યા માટે આવેલા. તેઓએ આપને જોયાં ને આપના પર દયા આણી મને મોકલી.’ મારા પર દયા ? શા માટે ?’ મઘાએ પ્રશ્ન કર્યો. મહારાજ દર્પણસેનને તમારા આગમનની ખબર પડે એટલી જ વાર; તરત રાજમહેલનું તેડું તમને આવે.' યવનીએ કહ્યું. ‘તો અવન્તિપતિને મળવાના વિચારથી જ ઉજ્જૈનીમાં આવી છું. ઉજ્જૈનીના રસમૂર્તિ રાજવી માટે મેં ઘણું ઘણું સાંભળ્યું છે. મારે એ રસરાજને જોવા છે, રસિક ઉજ્જૈનીને જોવી છે; એનું વિખ્યાત સૈન્ય, એના કોટકાંગરા, એના વિખ્યાત વીર પુરુષોને અને એની રસિક પ્રજાને નીરખવી છે. અહીંની કદરદાની માણવી છે. અમારી ધનતૃષાને મહાન રાજવી કે રસિક શ્રીમંત સિવાય કોઈ પૂરી કરી શકે નહિ.” મઘાએ કહ્યું, અને યવનીને પોતાની વિશ્વાસુ લેખતી હોય તેમ પ્રશ્ન કર્યો, ‘વારુ, અવન્તિપતિના રાજમહેલમાંથી કદાચિત્ તેડું આવે અને કદાચિત્ હું જાઉં તો એમાં કંઈ વિઘ્ન ખરું ?” બસ સુંદરી ! પછી તમારે સપ્તભૂમિપ્રાસાદમાં રહેવાનું, સોનાની ખાટે હીંચવાનું, એવામીઠાઈ જમવાનાં...' | ‘એ તો ખૂબ મજા. બલી આ તે કંઈ આપણી જિંદગી છે ! કેવી મજા આવે ત્યાં !” ‘શું ધૂળ મજા ? આખી જિંદગી અસૂર્યપશ્યા થઈને રહેવાનું.’ અસૂર્યપશ્યા શું ?’ પછી તમારે સૂરજ જોવાનો જ નહિ ! એ ચાર દીવાનોમાં જ મરવાનું!. મહારાજનું મન હોય ત્યાં સુધી તમારું માનપાન; અને મન ઊતરી ગયું કે પછી પડ્યા રહો એક ખૂણે, અને મરો કાગડા-કૂતરાના મોતે !” ‘હાય બાપ ! તો તો રાજમહેલમાં મારે જવું નથી. પણ ભલા, સેનાપતિજી મને અવન્તિનાં રસદર્શન પરિપૂર્ણ રીતે કરાવશે ખરા ને ?” મઘા જાણે સાવ ભોળી છોકરી હોય તેમ બોલી રહી. વાત કરતાં કરતાં સાધ્વી સરસ્વતીની છબી એની સમક્ષ તરી રહી. ૨, જો એ અંતઃપુરમાં જવાનું થાય તો સરસ્વતીની મુલાકાત પણ થઈ શકે. એ મુલાકાતનું વર્ણન મોકલું તો આર્યગુરુ દ્વગુણિત ઉત્સાહી બને, પણ પછી અંતઃપુરમાંથી ન છુટાય તો ? તો કેવી દુર્દશા થાય ?- આ કલ્પના મવાને કંપાવી રહી. અરે, કેવી વાત કરો છો ? તમારા જેવાને તો હથેળીમાં રાખે. સેનાપતિજીના તલવારના ઘા જેવા જાણીતા છે, એવું એમનું રસિકપણું પણ જાણીતું છે. ન જાણે ગુપ્તચરોની પ્રવૃત્તિ 425

Loading...

Page Navigation
1 ... 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249