________________
વચ્ચે , આર્ય કાલક અને આર્યા સરસ્વતી અકિંચન અને એકલાં બનીને ધર્મને શરણે ચાલી નીકળ્યા.
સૈનિકો લોહી ટપકતાં દર્પણને બાંધીને ઊભી બજારે લઈ ચાલ્યા. આજ એનું કોઈ નહોતું. કાલે જે પ્રજા એના એક શબ્દ પર પ્રાણ ઓવારી જતી, એ જ પ્રજા આજે એના મુખ પર થુંકતી હતી.
એકના પગ પર ફૂલ મૂકતી અને એકના મુખ પર ધૂળ ફેંકતી પ્રજાએ આર્યગુરુના પ્રસ્થાનને જોઈ મૂર્તિમંત ધર્મ સહેદ ચાલ્યો જતો હોય એમ અનુભવ્યું.
દિશાઓમાંથી જાણે પડઘા ગાજતા હતા : ‘વાહ સાધુ, ધન્ય તારું ઉત્તરદાયિત્વ અને ધન્ય તાર ધર્મપ્રેમ !'
ઉજ્જૈનીના સિંહાસન પર શકરાજાનો અભિષેક થતો હતો; પણ આવતા રાજા કરતાં જતા યોગીમાં સહુને વિશેષ રસ હતો.
66
કથા એવું કહે છે કે
જગલમાં લઈ જઈને છોડી મૂકેલા રાજા દર્પણસેનને પોતાના ક્રૂર કર્મનો બદલો તરત મળ્યો. જંગલમાં વાઘે એક દહાડો એ માનવ-વ્યાધ્રને જીવતો ફાડી ખાધો, એના દેહને દેન પણ ન મળ્યું !
આર્યગુરુ કાલક સ્વધર્મનું પાલન કરતા ઘણે સ્થળે ફરતા રહ્યા. શ્રી કાલકસૂરિનું જીવન સંપૂર્ણ તપ, જ્ઞાનથી પરિપૂર્ણ છતાં નાનીમોટી ક્રાંતિઓથી ભર્યું વીત્યું. એમણે શક કુલના પ્રવાસ પછી બીજો પ્રવાસ સુવર્ણભૂમિ (જાવા) સુધીનો ખેડ્યો.
જૈનોનું સર્વશ્રેષ્ઠ પર્વ પર્યુષણ પર્વ જે ભાદરવા સુદ પાંચમે ઉજવવામાં આવતું, ૨ રાજ માન્યતા પામે તે કારણસર ચોથે કર્યું. ને આ ફેરફાર સમસ્ત જૈન સંઘે સહર્ષ સ્વીકારી લીધો. તેઓએ કહ્યું કે :
કારણ પડતાં ગીતાર્થ સાધુઓ એવું કાર્ય કરે છે કે જેમાં દોષ થોડો ને લાભ વધુ હોય, અને એ પ્રમાણે ઠરે છે.' આ દૃષ્ટિએ તેઓ ઠેઠ સુધી જૈનસંઘના માનનીય નેતાના પદ પર અવિચલ રહ્યા.
કથાનકો કહે છે કે ઇંદ્રરાજે વર્તમાન તીર્થંકર શ્રી સીમંધર સ્વામીને પ્રશ્ન કર્યો, ‘ભારતવર્ષમાં નિગોદનું સ્વરૂપ જાણનાર કોણ મહાજ્ઞાની છે ?”
શ્રી સીમંધર સ્વામીએ આચાર્ય કાલકનું નામ લીધું. ઇંદ્ર એમના જ્ઞાનની પરીક્ષા કરી.
ઇંદ્રના પ્રશ્નોનું સુંદર રીતે સમાધાન કર્યું.
ઇંદ્ર આખરે પ્રશંસા કરતાં કહ્યું, ‘આ સંસારમાં સ્થાવર અને જંગલ બે તીર્થો છથે. વિમલાચલ સ્થાવર તીર્થ છે, આપ જંગમ તીર્થ છો.”
આ પ્રભાવક આચાર્યો પછી રાજકારણમાં રસ ન લીધો. પણ એમનું સૂત્ર “ધર્મે
474 | લોખંડી ખાખનાં ફૂલ