Book Title: Lokhandi Khakhna Ful
Author(s): Jaibhikkhu
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 246
________________ ગુરુદેવના મન પર આજે જાણે ચારે તરફથી મારો શરૂ થયો હતો, દર્પણ સામેના યુદ્ધમાં મનની જે કસોટી નહોતી થઈ, એવી કસોટી આજે સામે આવીને ઊભી હતી. વાહ ! ફૂલ માત્ર બીજાને સુગંધ આપવા અને પોતે ઇજા પામના જ જન્મે છે. ઇજા પામીને પણ સુગંધ વહાવવી એ એનો ધર્મ ! ઓહ, આવી સ્ત્રીઓ ને સુંદરીઓ ન હોત તો સંસાર સ્મશાન થઈ જાત. સ્ત્રી-તારું બીજું નામ શીલ, સમર્પણ ને ભક્તિ.” મઘાને શોકાંજલિ આપતકાં હોય તેમ ગુરુ બોલ્યા, ‘મઘા ! તું ધન્ય છે, તારું જીવન સફળ છે. તારું જીવિત કૃતાર્થ છે. તને પરદેશી કહી પાપમાં નહીં પડું. સત્ય એજ મારો સ્વધર્મ, અર્પણ એ દજ મારું અંતરંગ, તું મારી સ્વધર્મી !' સરસ્વતી મશાના મૃત્યુથી વ્યગ્ર બની ગઈ. વિધવિધ આશ્ચર્યકારક ઘટનાઓ એકસાથે ઘટી રહી હતી. આશ્ચર્યના આથથ અસહ્ય હોય છે, એ બોલી, ‘ભાઈ! આ નગરીની હવા મને ગૂંગળાવે છે, મને ચક્કર આવે છે. બહાર ક્યાંક લઈ જાઓ.’ ‘ચાલો સત્વરે બહાર !' ને આર્યગુરુએ ઊંચી નજર કરી તો ત્યાં ભયંકર કોલાહલ સંભળાયો. જોયું તો અંતઃપુરને પ્રચંડ આગ લાગી હતી. અરે ! દર્પણસેન તો અહીં છે, ને આ આગ કોણે લગાડી ? જાઓ, તપાસ કરો. દોડો દોડો ! અંતઃપુરમાં અનેક સ્ત્રીઓ છે, મહાદેવી અંબુજા પણ એમાં છે.” સરસ્વતીએ કહ્યું. ‘આર્યગુરુ ! આ આગ બુઝાવી શકાય તેવી નથી. એક સ્ત્રી અંતઃપુરના ઝરૂખા પર ઊભી હતી. એણે કહ્યું કે, જેવા આવ્યા છો એવા જ ચાલ્યા જાઓ. આ આગને નહીં બુઝાવવાની મારી આજ્ઞા છે. કહેજો કાલકને, કે સૂક્ષ્મ અણદીઠ આગમાં જીવનભર શેકાઈ રહેલી અંબુજાએ આ સ્થૂલ આગ પેટાવી છે. ચેતન તો ક્યારનું જલી ગયું હતું. જડ જલે એમાં જ્ઞાનીને શોચ વ્યર્થ છે. અંતઃપુરની છેલ્લી ક્વાલામાં એ પોતે પણ હોમાઈ જશે. આગ બુઝાવવાની જરૂર નથી.” | ‘કોણ અંબુજા ? મહાદેવી અંબુજા ? રે દર્પણ ! ઓહ ! એક માણસ પૃથ્વીને કેવી નરક સમી બનાવી મૂકે છે ? રે દર્પણ ! આ ધર્મયુદ્ધમાં તારી ભગિનીનો પણ ભોગ !' આર્ય ગુરુ બોલ્યા. 470 D લોખંડી ખાખનાં ફૂલ ‘છેલ્લી પળે અસત્ય નહિ વ૬. અંબુજા મારી ભગિની નહીં ભોગિની છે! કાલક! તેં રૂપને સદા અસ્પૃશ્ય રાખ્યું, દૂર રાખી દેવાંશી બનાવ્યું. મેં રૂપને સ્પર્યા વગર ક્યાંય જીવવા દીધું નથી. અંબુજા ઘણીવાર મને કહેતી કે તારું અંતર અને તારું અંતઃપુર સળગાવી દેવાનું મને દિલ થાય છે. પણ બહેનનું દિલ છે, વળી સ્ત્રીનું દિલ છે, તારા માટે નેહતંતુ મનમાં છે. વળી મારી પાસે એક થાપણ છે. એ થાપણ પાછી આપી દઉં. પછી જોજે, તારા અંતઃપુરના હાલ!' દર્પણસેને કહ્યું, ‘આજ એણે આ મળેલી તકનો લાભ લીધો, કાલક !' | ‘વાહ રે દેવી અંબુજા ! રે દર્પણ ! તારા દિલના દર્પણમાં જરા જો તો ખરો કે તેં રાજા થઈને સંસારમાં કેટલી કાલિમા પેદા કરી છે ?' આર્ય ગુરુએ કહ્યું. અંબુજા ખરેખર અભુત ફૂલ હતું, પણ દરેક ફૂલ આઘાત સહેવા અને સોયથી વીંધાવા અને ઈજા પામવા જ જન્મે છે. પણ ઇજા પામીનેય એ કેવી સુગંધ વહાવે છે !' રાજા દર્પણસને આર્ય ગુરુના શબ્દો જ એમને પાછા આપ્યા. સંસાર ખરેખર ફૂલોનો બગીચો છે. ૨ દર્પણ ! તું તુષાર થઈને ભાગનાં બધાં ફૂલો પર તૂટી પજ્ય. આખો બગીચો વેરાન કર્યો.' આર્ય ગુરુએ ખૂબ શોક સાથે કહ્યું. ‘હું પ્રયત્નમાં પાછો પડ્યો છું, પરાજય પામ્યો નથી. મારા કારણે તારા ઉદ્યાનને વેરાન ન બનાવે. હું તો તું જે સજા કરે તે સહેવા તૈયાર છું. મારા અપરાધ ભારે છે. મારા કટકા કરવા હોય તો કરી નાખે. હું એક હરફ પણ ઉચ્ચારીશ નહિ. કર્મનાં ત્રાજવાં પર મને શ્રદ્ધા આવી છે.' દર્પણસેને કહ્યું.. ‘સરસ્વતીના સ્વધર્મપાલને અને મઘા-અંબુજાના ભવ્ય ત્યાગે મને ફરી સાધુપદમાં સ્થિર કર્યો છે. સાધુને ઉચિત ક્ષમા છે, તને ક્ષમા આપું છું. સરસ્વતી, હવે તો આપણે વન સેવવાનું છે, પણ એ પહેલાં આને જંગલમાં છૂટો મૂકી દેવો એને જીવતર વહાલું છે તો ભલે એ પશુપંખીની જેમ જીવતર વિતાવતો !' આર્ય ગુરુ કાલકનો કોપ શાંત બનતો ચાલ્યો. એમને હવે ધનુષ્ય-બાણ પોતાને ખભે હોય એની શરમ આવી, પોતાના લડાયક વેશની પણ શરમ આવી. બેન-ભાઈ એક બીજાની સામે નીરખી રહ્યાં, એ નજરોમાં યુગોના ઇતિહાસ આલેખાયેલા પડ્યા હંતા. આ વખતે પંચાણુ શકશાહીઓ નગરનો, સેનાનો ને શસ્ત્રોનો બંદોબસ્ત કરી આ વિજયના નિમિત્રભૂત આર્ય ગુરુને તેડવા આવી પહોંચ્યા. ધર્મને શરણે 1 471

Loading...

Page Navigation
1 ... 244 245 246 247 248 249