________________ જય અને પાપે સય' ઘણું પ્રચલિત બન્યું, ને એનાં પરિણામો સહુએ નજરે જોયાં. શક રાજાઓ પ્રબળ બન્યા હતા. તેઓએ પંજાબમાં યવન રાજ્યનો નાશ ક્ય. વિજયથી તેઓ પણ આખરે ખૂબ છકી ગયા. આ વખતે ભારતવર્ષની રંગભૂમિ પર વિક્રમાદિત્ય આવ્યો. વિક્રમાદિત્યે ઉકેલી શકોનો સંહાર કર્યો. કેટલાક શકો ક્ષત્રિય બની ચૂક્યા હતા, ને અહીંના ક્ષત્રિયોમાં ભળી ગયા હતા. સૂરિજીએ ક્રાંતિના પણ સાક્ષી બની રહ્યા. એમના બે ભાણેજોએ પણ આમાં ઠીક ઠીક ભાગ લીધો. આ યુગમાં ધર્મ, નીતિ, શીલ અને સાહિત્ય ખૂબ વિકાસ પામ્યાં. કેટલાકનું જીવન જ કાંતિકારનું હોય છે, જીવનભર એને ઝઝૂમવાનું જ રહે છે. એકવાર આર્ય ગુરુને પોતાના પ્રમાદી ને અવિનયી શિષ્યોનો ત્યાગ કરવો પજ્યો. ત્યાગ કરીને તેઓ છેક સુવર્ણભૂમિ (આસામ)માં ચાલ્યા ગયા. જૈનોના પર્યુષણ પર્વની તિથિ એ આ મહાન સૂરિરાજના પરમ પ્રભાવની યાદગીરી છે. પર્યુષણ પર્વનો સાંવત્સરિક દિવસ ભાદરવા સુદ પાંચમે આવતો. રાજમાં પણ એ દિવસે એક ઉત્સવ થતો. રાજાએ કહ્યું કે તિથિ બદલાય તો બંને પર્વનો પ્રજા લાભ લઈ શકે ! પ્રભાવક આચાર્યે પાંચમની ચોથ કરી, અને તમામ સંઘે એને શિરસાવદ્ય કરી! આ મહાન આત્મા જીવનભર સત્યના આગ્રહી રહી, ભારે કીર્તિ સાથે દેવલોક પામ્યા ! ધર્મના એ ધૂમકેતુને વંદન. 476 | લોખંડી ખાખનાં ફૂલ મહાગુરુનો આશ્રમ D 477