Book Title: Lokhandi Khakhna Ful
Author(s): Jaibhikkhu
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 239
________________ અંધારા આકાશમાં વીજળીની રોશની પ્રગટે એમ એકદમ ગભીની આંખોમાં દીવા પ્રગટ્યા ! ઓહ ! સિદ્ધિની છેલ્લી પળ ! રે ! દુશ્મન માટે કેટલી દારુણ પળ ! દિવસે આખા નગરમાં ઢંઢેરો પિટાઈ ગયો હતો કે એ રાતે કાનમાં પૂમડાં નાંખીને એના ઉપર મીણનાં ઢાંકણાં દીધા વગર કોઈએ ન સૂવું! ઘરનાં દ્વાર બંધ રાખવાં, ગોદડાં ઓઢી રાખવાં. અલબત્ત, અવાજની દિશા દુમન તરફની હશે, પાછળ ઓછામાં ઓછો પ્રતિઘોષ થશે છતાં સાવચેતી જરૂરની હતી. ગર્દભીની આંખો ચમકી રહી અને મંત્રધર પુરુષે પોતાની સાધનાને પૂરી કરવા પાસે પડેલી સુવર્ણરિકા લઈને પોતાની આંગળી પર ઘસી. ઉષણ રક્તની ધાર મંત્રધર પુરુષે પોતાના દેહનું રક્ત વધુ ને વધુ છાંટયું, પણ જાણે કોઈ શેરને માથે સવાશેર મંત્રધર આવીને બેસી ગયો હતો ! મૂઠ મારનારની સામે બીજો મૂઠનો જાણકાર આવી ગયો હતો. ગર્દભીનું મોં આખરે નગરની દિશામાંથી કિલ્લાની દિશામાં ઊંધું ફરી ગયું. મંત્રધર પુરુષે જોયું તો એનું આખું મોં બાણોથી ભરાઈ ગયું હતું ! આશ્ચર્ય! આમ કેમ થયું અને કેવી રીતે થયું એની એને કંઈ સમજ ન પડી. અને દૂર દૂર ખસ્વર ગાજ્યો, જાણે આખો દરિયો ધસીને નજીક આવતો હોય તેમ, માણસોનો વેગવાન ધસારો સંભળાયો. અંધારા આભમાં દૂર દૂર મશાલ ઝબકી રહી. “ઓહ ! દગો ! દગો ! દુશ્મન આવી પહોંચ્યો. દરવાજા સખત રીતે ભિડાવી છૂટી! મંત્રધર પુરુષે એ રક્તનો છંટકાવ કર્યો કે ગર્દભીનું ભયંકર જડબું હાલ્યું! પૃથ્વીના ઊંડા પેટાળમાં લાવારસનું વલોણું ચાલતું હોય એમ ગર્દભીના પેટમાં કંઈક ઘોળાતું હતું. એનું જ ડબું હાલ્યું ન હાલ્યું ને મંત્રધર પુરુષે પોતાની આંગળીમાંથી શોણિતનો ફરી છંટકાવ કર્યો. જડબું ખૂલ્યું, મોટા દેતાળી જેવા દાંત પહોળા થયા. હવે અવાજ નીકળે એટલી જ વાર હતી ! ક્ષણની વાર હતી, પળની વેળા હતી, અને દુશ્મન દાસ બની ચરણે પડી ગયો સમજો ! એટલામાં હવામાં કંઈક સુસવાટો સંભળાયો. પણ એવા સુસવાટાની આ મંત્રધર પુરુષને તમા નહોતી. મદઘેલા સાવજો બાખડવાના હોય ત્યાં શિયાળવાના સંચારને કોણ લેખે છે ? સુસવાટા તો ક્રમે ક્રમે વધતા જ રહ્યા ! અને અરે ! જરા જુઓ તો ખરા. એ ગર્દભીનું ખૂલતું મોં ખૂલેલું જ રહી ગયું. ન જરાય ઊંચું થાય કે ન નીચું થાય. નકરું પથ્થરનું જ જોઈ લો ! અને એનો અવાજ જાણે ગળા સુધી ઘૂમરીઓ ખાઈ ખાઈને, આવીને પાછો નાભિમાં સમાઈ ગયો. એના કંઠમાં જાણે ડૂમો બાઝી ગયો ! મંત્રધર પુરુષને લાગ્યું કે હજી વધુ અર્પણની જરૂર છે. એણે બીજી આંગળી પર સુવર્ણ છરિકા ઘસી, અને મંત્રોચ્ચાર સાથે ફરી લોહનો છંટકાવ કર્યો, પણ ગર્દભીનું મોં સાવ સ્તબ્ધ થઈ ગયું હતું, જરાય હાલતું-ચાલતું નહોતું. રાજા દર્પણસેનનો અવાજ ફરી ગયો. મંત્રધર પુરુષ નીચે ઊતર્યો. એનાં આંગળાઓમાંથી હજીય લોહી ટપકતું હતું. એ કમરે લટકતું ખગ લેવા ચાહતો હતો, પણ આંગળાં એને પકડી શકતાં નહોતાં. એ નીચે ઊતરીને આવે, એ પહેલાં તો કિલ્લાના તોતિંગ દરવાજા પર ગદાઓના અને મુશળના પ્રહારો શરૂ થઈ ગયા હતા, તોતિંગ દરવાજો હચમચી રહ્યો હતો. ‘ગજ શાળાના ગાંડા હાથીઓને જલદી છોડી મૂકો !' દર્પણસેને આજ્ઞા કરી. સૈનિકો દોડ્યા, પણ નગરીના એક નહિ, પણ બાવન દરવાજાઓ પર પ્રહાર થઈ રહ્યા હતા. આ તો આભ ફાટ્યું હતું; થીગડાંથી કામ ચાલે તેમ નહોતું. દુમનદળે બધે હલ્લો કરી દીધો હતો, ને નાના નાના દરવાજા ભેદીને કેટલાક શસ્ત્ર-ધારીઓએ અંદર પ્રવેશ પણ કરી દીધો હતો. હવે છેલ્લો ઉપાય બાકી હતો. ગજ શાળામાંથી ગાંડા હાથી છૂટ્યા, અને જે કોઈ સામે આવે એનો કચ્ચરઘાણ વાળી દેવાને દરવાજે આવીને ઝૂમતો ખેડી રહ્યા. મંત્રધર પુરુષે હાકલ કરી, ‘બધા દરવાજા ખોલી દો.” ફડક કરતાં દરવાજા ખૂલી ગયા. અને ગાંડા હાથીઓ ચારે પગ પૃથ્વીથી ઊંચા ઉછાળીને આગળ વધ્યા, ને સૂંઢ ઝનૂનથી ઘુમાવવા લાગ્યા. મોતના અવતાર સમા એ ગજરાજોને જોઈને એક વાર ઓ આખું દુશ્મનદળ 456 [ લોખંડી ખાખનાં ફૂલ ધર્મક્ષેત્ર-કુરુક્ષેત્ર D 457

Loading...

Page Navigation
1 ... 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249