Book Title: Lokhandi Khakhna Ful
Author(s): Jaibhikkhu
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 238
________________ 63 ધર્મક્ષેત્ર-કુરુક્ષેત્ર અંધારાં અવનિને ઘેરી પડ્યાં હતાં. દિશાઓ ચૂપ હતી, હવા ભારે હતી, વાટ સૂની હતી. સુની વાટ પરથી સર્પ ચાલ્યો જાય, એમ આર્યગુરુ અને એમને એ કસો આઠ યોદ્ધાઓ ધીરે ધીરે આગળ વધતા હતા. શકરાજ અને એમની સેના ઝડપથી પાછાં હઠતાં હતાં. સહુના હૈયામાં હામ હતી, મસ્તિષ્કમાં ફના થવાની તમન્ના હતી, પગમાં સંગ્રામને જીતવાનું શહૂર હતું. આજ એમની ધનુર્વિદ્યાની પરીક્ષા લેવાની હતી, આજ મરીને અમર થવાનો મંત્ર સફળ કરવાનો હતો. અશ્વ પર આરૂઢ થયેલો આર્ય કાલક સહુથી આગળ હતા. આકાશનો કોઈ દેવ જાણે ધરતી પર આવ્યો હોય એવી એમની શોભા હતી. એમના ખભા પર ધનુષ્ય હતું, કમર પર ખડગ હતું, મસ્તક પર લોહનું મોટું શિસસાણ હતું. વીરતા જાણે અવતાર ધરીને સંકલ્પ-વિજયને માટે સ્વયં રણસંગ્રામે સંચરતી હોય એવું અદ્ભુત એ દૃશ્ય હતું. એમના ઉન્નત અને અડોલ મસ્ત કમાં ભારે જોશ ઊભરાતું હતું, એમનાં નેત્રોમાં દઢ નિશ્ચયની લીલા રમતી હતી. - સૂની વાટ પર સહુ વાટક્યા સંચરતા હતા. કોઈ મિત્ર કે શત્રુનો ક્યાંય પદસંચાર કળાતો નહોતો. ઉજ્જૈની નગરીના આકાશદીપ હવે નજરે પડતા હતા. અને માર્ગો પરનું અંધારું સવિશેષ ચૂંટાતું જતું હતું. ઉજ્જૈનીનો પ્રચંડ કિલ્લો અત્યારે સાવ ક્રિયાશૂન્ય લાગતો હતો. નગરના સંત્રીઓ જાગતા હતા. પહેરો ભરનારની આલબેલના અવાજો અવારનવાર સંભળાતા હંતા. આ પ્રજાના મુખ્ય બે રસ હતા : વીર અને શૃંગાર જેવી એ રસિક હતી, એવી જ એ શુરવીર પણ હતી. પણ અત્યારે શુંગાર રસના અતિરે કે એના વીરત્વને નબળું બનાવી દીધું હતું અને તેમાંય અવન્તિપતિ દર્પણસેનની મંત્રધારકતાએ અને અભિમાને તો એને ગાફેલ અને કર્તવ્યવિમુખ બનાવી મૂકી હતી. બધાં ગણતંત્રોમાં બને છે તેમ અહીં પણ સહુને રાજા, નેતા કે આગેવાન બનવાની અભિલાષા હતી. અને એટલે દરેક જણ પોતાના ઉપરીની હારને પોતાની જીતનું અંગ માનતો. રાત્રી બરાબર જામતી આવતી હતી. અને નગર ઉપર જાણે સ્મશાનની શાંતિ પ્રસરી રહી હતી. એ સમયે કિલ્લાના કાંગરા પર જઈને જોઈએ તો, એક વિશાળ ખંડમાં, એક પ્રચંડકાય વ્યક્તિ માત્ર એક ઉત્તરીયભેર કંઈક સાધના કરી રહી હતી, અંતરીક્ષનાં દેવ-દેવીને મંત્રાક્ષરથી સાદ કરી રહી હતી. દીપકોનો પ્રકાશ આખા ખંડને અજવાળી રહ્યો હતો, ને ધૂપની સુગંધ હવા સાથે વહીને કેટલેય દૂર સુધી વાતાવરણને મઘમઘાવી રહી હતી. નૈવેદ્યની વિપુલ સામગ્રી પાસે તૈયાર પડી હતી. મંત્રધર પુરુષે એમાંથી મૂઠી ભરીને બાકળા લીધા; સ્વાહાનો મંત્ર જપતાં જપતાં એને ઊંચે ઉછાળ્યા અને કોઈએ ઊંચે ને ઊંચે એ ઝડપી લીધા ! મંત્રધર પુરુષના મોં પર સફળતાની આનંદરેખા ઊપસી આવી. મંત્ર સિદ્ધિના ગર્વમાં એનું મોં મલકી રહ્યું. પછી એણે શ્રીફળ હવામાં ઉછાળ્યું. ફડાકે ફડાક અવાજો થયા ને શ્રીફળનું ટોપરું અદૃશ્ય થયું, એનાં કાચલાં ને છોતરાં નીચે પડ્યાં! મંત્ર સાધકનો ગર્વ ઓર વધી ગયો ! દેવીનો અંશ હાજર થઈ ગયો હતો. સિદ્ધિની પળ નજીક હતી, સાધના સાબૂત હતી. મંત્રધર પુરુષે જોરથી આવાહન શરૂ કર્યું. કિલ્લાની રાંગ પર ગોઠવેલ ગર્દભીના પૂતળામાં ધીરે ધીરે કંઈક સંચાર થવા લાગ્યો હતો. કોઈ યંત્રને ચાવી દઈએ અને એનાં ચક્રો ગતિમાન થાય, એમ એનો આખો દેહ થરથર કંપતો હતો; થોડીવારમાં એની પૂંછડી હાલી. મંત્રધર પુરુષે સફળતાના આવેગમાં વધારે જોરથી મંત્રો ભણવા માંડ્યા. હવે ગર્દભીનો આખો દેહં ખળભળતો હતો. એના પગની ખરીઓ કિલ્લાની દીવાલ ઉપર ઠેકાઠેક કરવા લાગી હતી. ધર્મક્ષેત્ર-કુરુક્ષેત્ર D 455

Loading...

Page Navigation
1 ... 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249