________________
રાજા દર્પણસેને પલટાયેલી સ્થિતિ પારખી લીધી. દુશ્મનોના વિજયના નાદ વધુ ને વધુ નજીક સંભળાતા હતા. એ ત્યાંથી નાઠો.
વીંધાયેલી મઘા નીચે જ પડી હતી. શક સૈનિકો જોશમાં હતા. એના પર પગ મૂકીને એ આગળ વધી ગયા.
ધીરે ધીરે આખી નગરી શકસૈનિકોના કબજામાં આવી ગઈ. પ્રજાએ આ યુદ્ધમાં નગણ્ય સામનો કર્યો. આર્યગુરુની આગેવાનીની બધા પર ઊંડી અસર થઈ હતી. બધા કહેતા હતા કે આખરે પુણ્યે જય, પાપે ક્ષય.
રણસંગ્રામ પૂરો થયો. અલબેલી ઉજ્જૈનીના આભમાં નવસૂર્યનો ઉદય થતો હતો, ત્યારે વિજયની વરમાળા આર્યગુરુના ગળામાં આરોપાઈ ગઈ,
460 D લોખંડી ખાખનાં ફૂલ
64
સંકલ્પની સિદ્ધિ
આર્યગુરુ કાલક અને શકરાજનું ભવ્ય સ્વાગત નગરજનોએ આરંભ્યું. ઉજ્જૈનીના બધા રાજમાર્ગો અને શેરીઓ શણગારવામાં આવી. લોકોના હર્ષનાદ વચ્ચે તેઓ આગળ વધ્યા.
લોકોએ આર્યગુરુ કાલકને જોયા, ને એમની નજર સમક્ષ ભૂતકાળ તરવરી
રહ્યો.
અરે ! આપણાં પાપ પોચ્યાં, નહિ તો ગર્દભિલ્લ જેવો રાજા કંઈ હારે ખરો? એક સતી સાધ્વીના અપમાનનું આ પરિણામ ! રે ! પ્રાયશ્ચિત્ત કરો !
ઠેર ઠેરથી એક જ જાતના પોકારો ઊઠતા હતાં !
પ્રજા વિજયી વીરોને વશ થઈ ગઈ.
ગંદી મોરીનાં પાણી છૂટતાં જેમ દુર્ગંધ ફેલાઈ રહે, એમ લોકો હાર ખાધેલ રાજા દર્પણસેનનાં દાનવ જેવાં કુકર્મોને યાદ કરી રહ્યા, ‘ઓહ ! કેવા અત્યાચારી દાનવી જીવન હેઠળ આપણે જીવતા હતા ! ભલે ગયો. જવો જ જોઈએ. આતતાયી રાજા ભલે ગયો, હવે કંઈક સુખ મળશે. શીલ સચવાશે. ધર્માધર્મ જોવાશે., અતિ વિલાસ અને વૈભવની ઘેલછાનું જે પરિણામ આવે એ જ આવ્યું.’
પ્રજા તો આર્યગુરુ કાલકનાં વખાણ કરી રહી.
શકરાજ અને આર્યગુરુ કાલકે રાજપ્રાસાદમાં પ્રવેશ કર્યો. એનાં એ જ દાસ
દાસી આજ નવાની સેવામાં આવીને સજ્જ ઊભાં હતાં. એ તો માત્ર સમયનાં પ્રતિબિંબ હતાં. દુરાચારી રાજા હોય તો દુરાચારી, સદાચારી હોય તો સદાચારી, આર્યગુરુએ સહુને સાંત્વન આપ્યું. પછી એમણે ફરમાન કર્યું :
‘આજ સુધીનો તમામ ખજાનો સેનામાં વહેંચી આપો. જે નવી સત્તાની સેવામાં