________________
પર જ તમારો વિજય છે. નિશ્ચિત રહે. લોખંડની ખાખ ભલે થઈ, એ ખાખને ઝીલશે એ નીરોગી થઈ જશે. એનું બળ વધશે. આતતાયીને હણવાનો તારો ધર્મ અદા કર. શીલ અને સત્યની પ્રતિષ્ઠા કર. તારી ખાખમાંથી ફૂલડાં પ્રગટશે.’
‘વાટ તો ભૂલ્યો નથી ને માડી ?' આર્યગુરુ પૂછી રહ્યા.
‘પરમાર્થ અને પરમ સદ્ગુણોની સ્થાપના માટે સમરાંગણે ચઢનાર કદી ભૂલો પડતો નથી. શાસ્ત્રાજ્ઞા કાં ભૂલે ! ‘સરથT Tણ ૩ મેડાથી મારે તર” કાલક, તારું અંતે કલ્યાણ છે.”
“બસ, સિધાવો, મા ! હવે મરવામાં, જીવવામાં કે લડવામાં, બધામાં શાંતિ
મેં કહ્યું, ‘તો રાજન્ ! જેનું છે તેનું તેને પરત કરીને આ લડાઈને અને સંહારને ટાળો.”
દર્પણસેન કહે, ‘તો તો લોકો મને કાયર જ કહે ને ! મારું જીવ્યું ધૂળ થાય. મારી કીર્તિના કાંગરા જમીનદોસ્ત થઈ જાય, લડાઈ તો મારે મન શેતરંજની રમત છે, જેમાં વિજય મારા હાથમાં રમે છે. કાલક શકરાજને ભલે લઈ આવ્યા, પણ એનો ભરોસો ન કરે, શકોનું મોં સિહનું ને દિલ શિયાળનું છે. ને સૌરાષ્ટ્રી લોકો પર પણ ઇતબાર ન રાખે. મારા નામથી બધા ધ્રુજે છે. યાદ રાખો તમે ! લડાઈમાં કાલ કને એકલો છોડી બધા ભાગી જશે. અને મને બનેવી બનાવી પોતાનો જીવ બચાવવો
પડશે.”
| ‘સાધ્વી સરસ્વતીનું આચામ્ય વ્રત તમારું સહુનું કલ્યાણ કરો.'
દેવી એટલું બોલ્યાં, ને થોડી વાર ચારે તરફ પ્રકાશ છવાઈ ગયો. ધીરે ધીરે પ્રકાશ વિલીન થઈ રહ્યો. એ સાથે દેવી અદૃશ્ય થઈ ગયાં.
આર્યગુરુ નમી રહ્યા. પોતાની ખાસ શિબિરમાંથી થોડી વારે શકરાજ આવ્યા. ગુરુ વિચારમાંથી હજી જાગ્યા નહોતા, કેટલીક પળો એમ જ પસાર થઈ.
થોડીવારે આર્ય ગુરુએ મૌનનો અંત લાવતાં કહ્યું, ‘રાજન ! દર્પણસેનને સંદેશો આપીને બલમિત્ર પાછો આવી ગયો છે.'
‘કેમ જાણ્યું આપે ?'
‘જે શક સૈનિકે શિબિરમાં આપણા સૈનિકોને રાજા દર્પણની યુદ્ધની યોજનાની માહિતી આપી, તે એની સાથે ગયો હતો.'
ઓહ, આપની દૃષ્ટિ અતિ તીવ્ર છે !' એવામાં સામેથી બલમિત્ર આવતો દેખાયો.
ગુરુ ઊઠીને એની સામે ગયા, અને એને કુશળ વાર્તા પૂછીને તરત જ મુખ્ય પ્રશ્ન કર્યો. ‘વારુ, તું દર્પણસેનને મળ્યો.'
‘હાજી, એની અવ્યવસ્થિત ને બેદરકાર રાજવ્યવસ્થામાં એને રૂબરૂ મળવામાં લાંબું વિઘ્ન ન નડ્યું.’
‘શકરાજનો ને મારો સંદેશ એને કહ્યો ?” ગુરુએ ફરી પૂછવું.
હાજી, મેં આપ બંનેનાં નામ આપીને સંદેશો કહી સંભળાવ્યો. એટલે દર્પણસેન બેઠો હતો. ત્યાંથી ઊભો થયો. એણે કહ્યું, ‘પહેલાં મારી વાત સાંભળી લે. કાલકને કહેજે ચાલ્યો આવે. એનું ઘરેણું સલામત છે.'
444 3 લોખંડી ખાખનાં ફૂલ
બલમિત્ર વાત કહેતાં થંભ્યો. આર્યગુરુ કડવો ઘૂંટડો ગળતા હોય તેમ ઘૂંક ગળે ઉતારી રહ્યા. બલમિત્રે આગળ કહ્યું,
‘ગુરુદેવ ! પછી દર્પણસેન ઊભો થયો ને મારી પાસે આવીને બોલ્યો, ‘છોકરા! કાલકે પહેલાં મારો મિત્ર હતો. એની બહેન સરસ્વતીને હું ચાહતો હતો. એને મારી બહેન અંબુજા ચાહતી હતી. એણે પોતાને મોટો નીતિમાન માની મારો તિરસ્કાર કર્યો, મારા ધર્મનો તિરસ્કાર કર્યો અને મારા જ રાજ્યમાં મારી ઇજ્જત ઘટાડી. એને કહેજે કે લડાઈમાં સાર નહિ કાઢે. ઉજ્જૈનીના સૈન્ય સામે શક સૈન્યના પગ જોતજોતામાં ઊખડી જશે.'
મેં મનને શાંત રાખીને મીઠાશથી કહ્યું, ‘હે રાજા ! હજી પણ પાણી વહી ગયા નથી. સરસ્વતીને મુક્ત કરી દે અને આર્યગુરુનું ઊઠીને સન્માન કર, બહુ ખેંચવામાં સાર નથી.'
‘એમ કે ?” રાજા ગર્દભિલ્લે ઉપેક્ષાપૂર્વક કહ્યું.
મેં કહ્યું, ‘રાજન ! અન્યાયથી કોઈનો અભ્યદય થયો નથી. ઝેરનાં પારખાં ન હોય. એ તો તરત જીવ હણે છે.'
‘દૂત ! ઝેરનાં પારખાં કરવાનો મારો નિર્ણય છે.' એણે મારી પીઠ વગાડીને
કહ્યું.
મેં કહ્યું, ‘રાજન ! ગર્વ તો રાજા રાવણનો પણ રહ્યો નથી. સાધ્વી સ્ત્રીના અપહરણથી તારી કીર્તિને કાળું કલંક લાગ્યું છે.'
દર્પણ ગર્યો ને બોલ્યો, ચિંતા નહીં. લોકો જાણે છે કે શૂરાઓ જ સુંદરીઓનાં હરણ કરે છે, પણ તારા કાલકમાં પુરુષત્વ હોત તો પરદેશ ભાગી ન જાત; રાંડરાંડની જેમ પરદેશના યોદ્ધાઓથી ઉર્જની જીતવાની વાત ન કરત. અહીંના
લોખંડી ખાખ 0 445