Book Title: Lokhandi Khakhna Ful
Author(s): Jaibhikkhu
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 234
________________ લોકો એને દેશદ્રોહીનું ઉપનામ આપશે. હમણાં જ મેં સભા બોલાવી છે. કાલકને કહેજે કે હજારો ઘેટાં એક વાઘની ચર્ચામાં વિઘ્ન કરી શકતાં નથી.' વિનંતી કરતો હોઉં એમ હું બોલ્યો, ‘રાજન ! હજી સમજો. કાલક સાધુ છે. આમ્રવૃક્ષ છે. પથરો મારનારને પણ ફળ આપનાર છે.' ‘અરે દૂત ! કાલક વૃક્ષ છે, તો હું હાથી છું. ફળ માગીને ખાનારો હું નથી, તોડીને લેનારો છું. કોઈ સ્ત્રી મારા પર મુગ્ધ થઈને આવે ત્યારે એના સ્વીકારમાં મને કદી મજા આવી નથી. રૂઢેલીને બળ ને કળથી વશ કરવામાં હું રાચું છું.' ‘તો સાંભળી લો રાજન્ ! તમે હાથી છો તો એ સિંહ છે. કેસરીની ત્રાડ સામે કુંજર ઊભો નહિ રહી શકે !' મેં કહ્યું. એ બોલ્યો, ‘એ કેસરી છે તો હું મેઘ છું. મારી ગર્જનાથી કેસરીનાં ગાત્ર ગળી જશે. જા, દૂત ! કાલકને કહેજે કે તું અને તારા પરદેશી મિત્રો મારે મન ગરુડની સામે સર્પ સમાન છે.' ‘હે રાજન ! ચંદ્ર શીતલ હોય, રાજા ન્યાયી હોય. મુનિ ઉદાર હોય, સૂર્ય પ્રકાશવાન હોય, તો જ શોભે. હાથે કરીને ભૂકંપને ન જગાડે ! વાવંટોળને ન નોતરે ! પ્રલયને પરોણો ન બનાવે !' ‘ચિંતા નહિ, એક ગુરુના અમે બે ચેલા છીએ. કોઈ દહાડો લડવા નથી. આજે લડી લઈએ. યુદ્ધ વિના કશુંય સમાધાન શક્ય નથી. પછી આપવા-લેવાની વાત તો ક્યાં રહી ?' અને આટલું કહીને રાજા દર્પણસેન ચાલતો થયો. ‘શું શક સેના નામર્દ છે ?' શકરાજે વચ્ચે કહ્યું. એ અપમાન સહી ન શક્યા. ‘નામર્દ નહિ નાહિંમત. લડાઈ એ કંઈ ફૂલોની પથારી નથી. એટલું આપણે પ્રથમથી સમજવું જોઈતું હતું. આ તો કૂવામાં ઉતારી દોરડું કાપવા જેવી વાત છે.’ આર્યગુરુએ વખત પારખીને શકરાજને સાચી વાત સંભળાવી દીધી. પછી બમિત્રને પોતાની વાત આગળ કહેવા ઇશારો કર્યો. બલમિત્રે કહ્યું, ‘પછી હું સેનાપતિને મળ્યો. એ બધા ઠંડા હતા.' ‘મઘા ત્યાં હતી ને ?’ ગુરુથી ન રહેવાયું. એ પૂછી બેઠા. ‘મઘાને હું ક્યાંથી ઓળખું ?' ‘બરાબર ! તેં મઘાને નથી જોઈ.' ગુરુને પોતાની ભૂલ સમજાઈ. છતાં બોલ્યા, ‘મઘાને ઓળખતાં વાર લાગે તેમ નથી.’ બરાબર છે, પણ પ્રથમ મુલાકાત મેં સેનાપતિ સાથે કરી. એણે કહ્યું કે આ ગણતંત્રના સૈનિકો પારકા માટે મરવા તૈયાર નથી. એ કહે છે કે મરીએ અમે ને મોજ 446 – લોખંડી ખાખનાં ફૂલ કરે બીજા, એ કેમ બને ? પણ આર્યગુરુ શક પરદેશીની મદદ લાવ્યા એ માટે અમારો વિરોધ છે. અને તે માટે તેઓની તરફ બધા ઘણાની નજરથી જુએ છે.' ‘ઘૃણા !’ શકરાજે વચ્ચે કહ્યું, એ ધૂંવાંપૂવાં થઈ રહ્યા હતા. એમણે કહ્યું, ‘હું શપથ સાથે કહું છું કે હું મારી સેના સાથે એ લોકો પર તૂટી પડીશ. જે સૈનિકો તૈયાર નહિ હોય એને અહીંના મેદાનમાં ફાંસી આપી દઈશ. ‘શાન્તમ્ પાપમ્, શકરાજ ! સંસારમાં કીડીનો અને કુંજરનો બંનેનો ખપ પડે છે. કાયર અને શૂરવીર બંનેનો બંનેની રીતે ઉપયોગ છે. ફક્ત દોર આપણા હાથમાં રાખવો.’ ગુરુએ કહ્યું ને પછી બલમિત્ર તરફ જોઈને બોલ્યા, ‘હાં, પછી ?’ “પછી હું પ્રજામાં ફર્યો. પ્રજા તો સાવ ઉદાસીન છે. એ કહે છે કે રાજ ગમે તેનું હોય, અમને સુખ સગવડ આપે તે રાજ સાચું. અમારો ધર્મ અમને પાળવા દે. અમારા ઇષ્ટદેવને અમને પૂજવા દે, પછી અમારે કંઈ જોઈતું નથી. આ તંત્રથી તો અમે થાક્યા છીએ, ગુરુદેવ ! ઉજ્જૈનીમાં અત્યારે પ્રજા જાણે કહ્યાગરી સ્ત્રી જેવી છે, અને રાજા જાણે ઉખડેલ પતિ જેવો છે. સહુ એને ઇચ્છતું નથી, છતાં એટલું જરૂર ચાહે છે કે ભાગ્યે જે પતિ સર્જ્યો, તે આબાદ રહે તો સૌભાગ્યનો શણગાર સલામત રહે. અને બીજાના ચૂડા વારંવાર પહેરવા ન પડે. પ્રજાને તો રાજાની માત્ર આટલી જ પડી છે. બાકી તો ત્યાં ન કોઈ સાચી પ્રજા છે કે ન કોઈ સાચો રાજા છે. બધું આંધળે બહેરું કુટાયા કરે છે.' બલમિત્રે પોતાની વાત સાથે પોતાનો અભિપ્રાય કહ્યો. ‘હાં પછી ?' “પછી એક સુંદરી મળી – નર્તકીના લેબાસમાં. પણ શું એનું સ્ત્રીત્વ ! શી એની નીડરતા ! જાણે ચમકતી વીજળી જ જોઈ લ્યો, એવો ઉત્સાહ !' ‘અરે, એ જ મા.’ ગુરુ બોલ્યા. એણે નામ આપ્યું ત્યારે મેં ઓળખી; પણ થોડી વારમાં તો એ જાણે મારી બહેન બની ગઈ.' એ બાબતમાં એ ઉસ્તાદ છે.’ શકરાજે વચ્ચે કહ્યું, ‘અમારે ત્યાં પણ એ એક જ છે. એનો જોટો નથી.” બલમિત્ર ! શીલમાં એ બીજી સરસ્વતી છે હોં !' આર્યગુરુથી આટલાં વખાણ કર્યા વગર ન રહેવાયું. એ વખાણ આ ઘડીએ અનુચિત હતાં, એ પણ એ જાણતા હતા. એ બોલ્યા, ‘વારુ, આગળ કહે !' ‘અહીં બીજું કોઈ નથી ને ?' બલમિત્ર આજુબાજુ જોતાં કહ્યું, ‘ખરી માહિતી મઘાએ જ આપી છે.' લોખંડી ખાખ Z 447

Loading...

Page Navigation
1 ... 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249