________________
61
લોખંડી ખાખ
પહોંચ્યા. એમણે જોયું કે એ શિબિરમાં કેટલાક યોદ્ધાઓ એકત્ર થયા હતા. એમાં ભારતીય યોદ્ધાઓ પણ હતા અને શક પણ હતા. શક સેનિકો પરસ્પર વાતો કરતા હંતા.
- “આપણે વતન છોડીને અહીં મરવા માટે આવ્યા નથી. આપણે સુખી થવા આવ્યા છીએ. મરવું હોત તો વતન શું ખોટું હતું ?' એક શક સામંતે કહ્યું.
માણસ સામે લડાય, જાદુગર સામે નહિ.’ શક સૈન્યમાં નિરાશા પ્રસરાવનાર સૂત્ર ફરીથી એક વૃદ્ધ સૈનિકે ઉચ્ચાર્યું.
| ‘કહે છે કે, આર્યગુરુ ને શકરાજ મોત સામે હોય તો પણ પાછા ફરવા માગતા નથી.’ એક શક સૈનિક, જાણે કંઈ ખાનગી બાતમી આપતો હોય તેમ બોલ્યો.
| ‘પુરાણો ઇતિહાસ તો જાણો છો ને ? શકે શહેનશાહે શકરાજનું માથું મંગાવ્યું હતું. માથું આપવું ન પડે માટે તો એ અહીં આવ્યા. હવે પાછા જઈને ત્યાં માથું આપવું એના કરતાં આર્યગુરુ સાથે રહીને એમની સાથે જીવવું કે મરવું શું ખોટું ? જિવાશે તો સ્વર્ગ સમું ભારત ભોગવવા મળશે, અને મરશે તો સોદો સરભર થશે. આમેય ત્યાં તેઓને મરવાનું હતું જ ને ! પણ એમાં આપણને શું?”
સૈનિકો જાણે આશાનિરાશાની વચ્ચે ઝોલાં ખાતા હતા.
આ વખતે એક શક સૈનિકે શિબિરમાં પ્રવેશ કર્યો. એણે અત્યારે ભારતીય પોશાક પહેર્યો હતો, અને કપાળમાં ત્રિપુંડ તાણ્યું હતું.
આગંતુક શક સૈનિક બોલ્યો, ‘તમે તમારી જૂની આદત હજી ભૂલ્યા નથી. પરદેશમાં કુસંપ કરવો ન શોભે. દર્પણ મંત્રધર છે, તો ગુરુ ક્યાં કમ છે ? વળી આપણે આ દેશથી અજાણ્યા છીએ, ગુનો દ્રોહ કરીને જીવી નહિ શકીએ. આ યુદ્ધ લડી લઈએ. આગળની વાત આગળ. બધા એક મનથી પ્રતિજ્ઞા કરો કે મરીશું તોપણ સાથે અને જીવીશું તો પણ સાથે જ !'
બધા સૈનિકો આ શબ્દ સાંભળી શાંત થઈ ગયા, અને બોલ્યા, ‘પ્રતિજ્ઞા કરીએ છીએ કે જીવીશું તો પણ સાથે અને મરીશું તો પણ સાથે જ !'
આર્યગુરુ અને શકરાજ તંબુ પાછળથી આ વાર્તાલાપ સાંભળતા હતા. શકરાજને સૈનિકો વચ્ચે જવાનું મન થઈ આવ્યું. પણ આર્યગુરુએ ઇશારો કરી એમને આગળ વધતા રોક્યા.
અને બંને પાછા ફરી ગયા. બંનેનાં મુખ ભાવિની આશંકામાં ગંભીર ભાવ ધારણ કરી રહ્યાં.
મધરાતનો પહોર હતો. શકરાજ આવી પહોંચે એટલી વાર હતી. આર્ય ગુરુ, વિરામ લઈ રહ્યા. તનના શ્રમ કરતાં મનનો શ્રમ એમને વધુ પીડી રહ્યો હતો.
ગુરુ આવાસમાં સ્થિર થઈ ગયા હતા. ચારે તરફ છાવણીઓ પડેલી હતી, અને શક સૈનિકો નિત્યચર્ચામાં મગ્ન હતા.
ગુરુને આ વખતે બહેન સરસ્વતી યાદ આવી, 'ઓહ ! મહાભારત રચીને ચાલ્યો છું, પણ એ બહેન શું કરતી હશે ? એ સ્વસ્થ હશે ? યુદ્ધના ભાવિ સુધી એ સ્વસ્થ રહી શકશે ? દર્પણ મારી દાઝ એના પર તો નહિ કાઢે ને ?’ કંઈ કંઈ તર્કવિતર્ક થઈ રહ્યા, આપોઆપ વ્યગ્ર થઈ ગયા,
બહેનને પ્રત્યક્ષ કઈ રીતે કરવી ? ગુરુ સ્મરણ પર ચઢી ગયા. એકાએક આવાસના એક ખૂણામાં પ્રકાશ છવાઈ ગયો.
એક નવરૂપા નારી એ પ્રકાશમાં ઝળહળતી દેખાઈ.
કોણ છો, તમો ? સાધુ પાસે આવી રાતે અને આવા એકાંતે, આવું રૂપ ધરીને આવવાનું શું પ્રયોજન ?'
‘હું શાસનદેવી છું ! કાલક ! નિશ્ચિત રહે. તારો પંથ સત્યનો છે.”
‘સત્યના માર્ગ પર શૂળી છે, માતા ! એ શીળીથી મારો આખો દેહ જર્જરિત થઈ ગયો છે. અણનમ લોખંડની ખાખ થઈ ગઈ, મા ! એ હવામાં ઊડી જશે, કે નવજીવન પ્રસરી જશે ? મા ! સ્વમાનભરી જીત ન મળે તો સ્વમાનભર્યું મોત માગું છું. મારી બહેનનું શીલ-સ્વમાન...” | ચિંતા ન કરીશ. સરસ્વતીને શીલમાં સીતા અને સુલસા સમજજે. તારી તાકાત પર નહિ, શક લોકોની સહાય પર નહિ, સરસ્વતીના નિર્મળ શીલ-આધાર
442 D લોખંડી ખાખનાં ફૂલ