________________
‘મરજીવા મોતથી ભાગે નહિ. મોત તો એની પાઘડીનો તોરો છે. શકરાજ, તમે ખુશીથી પાછા વળી શકો છો, મારા માટે એ શક્ય નથી. આ પગદંડી એવી છે, જેના ઉપરથી આગળ વધી શકાય, પણ પાછા ફરવાનો તો વિચાર પણ કરી શકાય નહીં.” ગુરુ દૃઢતાથી બોલ્યા.. | ‘તો સેનામાં પ્રસરેલ નિરાશાની વાત કરું છું. હું પોતે તો આપની સાથે જ
| ‘ભયની જરૂર નથી, શકરાજ ! શત્રુને જેટલો મહાન કલ્પશો એટલો એ મહાન થઈ જશે. આપણી પોતાની નિર્બળતા એ જ દુશમનની સબળતા છે. રાજનીતિની એ વાત કાં ભૂલો ?' આર્યગુરુએ કહ્યું.
- “માણસની સામે લડી શકાય, જાદુગર સામે નહીં. સાંભળ્યું છે કે રાજા દર્પણસેન તો મોટો મંત્રધર છે. સેના આ કારણે નિરુત્સાહી છે, આગળ વધતાં ડરે છે. મારા પંચાણું શાહીઓ પણ જય-પરાજય માટે શંક્તિ બન્યા છે. નિરાશ સેના ગમે તેવી મોટી હોય તોય ખરે વખતે ખોટ ખવરાવે છે. એટલે થોડા વખતનો વિરામ જરૂરી છે.' શકરાજે નમ્રતાથી અને દૃઢતાથી કહ્યું.
આર્યગુરુ શિસ્તની બાબતમાં બહુ કડક મિજાજના હતા. બીજા શાહીઓ ધારતા હતા કે હમણાં લોઢું ને ગજવેલ અથડાશે, ચકમક ઝરશે. હવે કેટલાક શાહીઓને આર્યગુરુ ગમતા નહોતા, એમની કડક શિસ્ત તેઓની આરામપ્રિયતાને હણતી હતી.
સાચી વાત છે તમારી, શકરાજ !' આર્યગુરુ બોલ્યા, એમની મુખમુદ્રા પર એટલી ભાવભંગીઓ હતી કે જાણકાર પહેલેથી છેલ્લે સુધીનો ઇતિહાસ વાંચી શકે.
‘સાચી વાત છે તમારી શકરાજ !' એ ને એ શબ્દો ફરી વાર બોલીને આર્ય ગુરુ શાંત બેસી રહ્યા. પણ એ તો સાગરની શાંતિ હતી, અંદર મોટાં મોટાં વહાણોને ભસ્મીભૂત કરનાર વડવાનલ ભભૂકતો હતો, એને કોણ પિછાને ?
જાણે અન્યમનસ્ક હોય ને એક ને એક જ વાત વારંવાર ગોખતા હોય તેમ ત્રીજી વાર પણ ગુરુ એ જ વાક્ય બોલ્યા,
“સાચી વાત છે, તમારી શકરાજ !' અને થોડીવાર રહીને એમણે ઉમેર્યું, ‘પણ મારી વાત પણ એટલી જ સાચી છે. દર્પણ રાવણ હશે તો તમને દોરી જનાર વિભીષણ છે, એ કાં ભૂલો !'
‘આપની શું વાત છે, ગુરુદેવ ?' શકરાજે જિજ્ઞાસાપૂર્વક પ્રશ્ન કર્યો. એના મનમાં પણ ગડભાંજ ચાલતી હતી. ગુરુએ એને જીવતદાન દીધું હતું, એને ગુરુ ભારતમાં લાવ્યા હતા, ગુરુએ કહ્યું હતું કે જે જે રાજ્ય પર ફતેહ કરીશું. એ રાજ્ય પર તમારી સત્તા રહેશે, મારે તો છેવટે ભલી મારી તુંબડી ને ભલી મારી લાકડી ! એટલે હવે સેનાની નિરાશામાં શકરાજને ઘણું નુકસાન હતું, પણ સેનાને છંછેડવાની તાકાત એમની પાસે પણ નહોતી.
મારા માટે તો પીછેહઠની વાત જ નથી. કાં જીત, કાં મોત !' ગુરુ બોલ્યા ને વળી વિચારમાં પડી ગયા. ‘સામે મોત હોય, છતાં જવું, એનો કંઈ અર્થ ખરો ?'
440 D લોખંડી ખાખનાં ફૂલ
| ‘મારી સાથે રહેનારને મળશે માત્ર મોત, એ જાણો છો ને ! અને મોત તમને ન ગમે, કારણ કે તમે ભારતમાં રાજ ભોગવવા આવ્યા છો.’
‘ચિંતા નહિ, ગમે તે પરિણામ માટે તૈયાર છું.' શકરાજ ઉત્સાહમાં બોલ્યાં. ‘પછી રાજ કોણ કરશે ?” ‘મારે પુત્ર છે.'
‘તમારા પુત્રને આ લોકો રાજ કરવા દેશે ?” | ‘શંકા છે. એટલે જ કહું છું કે હમણાં પાછા વળી જઈએ અને દુવિધામાં પડેલા સિપાહીઓને રજા આપીએ અને પછી વિશેષ તૈયારી કરીને ચડી આવીએ.” શકરાજે મનની વાત કરી.
‘ખુશીથી પાછા વળો. એટલું કરો કે જે ઓ મારી સાથે રહેવા માગતા હોય તેઓને રહેવા દો. બાકીના સૈન્યને લઈને તમે પાછા વળો, શકરાજ ! તમારી વાત તમારા માટે યોગ્ય છે. શિર સલામત હશે તો પાઘડી બહુ મળશે. મારે તો પાઘડી પહેરવાની નથી. શિર સલામત રહ્યું તોય શું ને ન રહ્યું તોય શું ?' આર્ય ગુરુના અંતરમાં ઘમ્મરવલોણું ફરતું હતું.
‘આપના શિરની કિંમત આપ કાં ભૂલી જાઓ છો ?'
‘નથી ભુલ્યો. હવે જ એની કિંમત ઉપજાવવાનો વખત આવ્યો છે. જો હું પાછો વળું તો આચારભ્રષ્ટ મુનિના મસ્તકને કાગડા-કૂતરા પણ ન અડે. મારા માટે પાછા વળવાની વાત મૂકી દેજો. તમે ખુશીથી પાછા વળો.’
મને બાદ કરજો. પાછા વળે તો સૈનિકો વળે. હું તો સદા આપની સાથે છું. - હારમાં, ફતેહમાં કે મોતમાં.’ શકરાજ પોતાનો વિવેક છોડતા નહોતા. આ શબ્દોની આર્યગુરુ પર ખૂબ જ અસર થઈ.
“ચાલો, આપણે સૈન્યમાં ફરીશું ? સેનાની ઇચ્છા જાણીશું ?' આર્યગુરુએ કહ્યું. અવશ્ય, કદાચ આપના દર્શનથી શક સૈનિકો ફરી ઉત્સાહમાં આવે.” શકરાજ અને આર્યગુરુ ફરતા ફરતા એક મોટા શિબિરની પાછળ જઈ
આશા-નિરાશા D 441