Book Title: Lokhandi Khakhna Ful
Author(s): Jaibhikkhu
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 228
________________ અમે આપને દેશ તજાવવાનું પાતક વહોર્યું !' ભાનુમિત્રના દિલમાં ભારે અજંપો હતો. ‘કુવાનાં દેડકાં જેવું જીવન જીવનારને, દેશ-પરદેશનું ઘણું લાગે છે.’ મામાભાણેજોની વાતો સાંભળી રહેલા શકરાજે વચ્ચે કહ્યું, ‘તમારા મામાશ્રી ખુદ કહે છે. કે સિંહોને સ્વદેશ શું કે પરદેશ શું ? જ્યાં જાય ત્યાં એ સ્વપરાક્રમથી સ્વદેશ સરજે છે. અમારે ત્યાં તમારા મામાશ્રીએ અજબ વિક્રમ સર્યો છે.' ‘વિક્રમ !' ગુરુએ આમાં ભાવિના કોઈ પડઘા સાંભળ્યા, એ જોરથી બોલ્યા. ‘વિક્રમ સરજવો તો હજી બાકી છે. મારા આ ધર્મયુદ્ધથી દેશમાં ધર્મ અને સત્યશીલનું જીવન સ્થપાશે એમ હું માનતો નથી. આ તો તપ્ત ભૂમિને શાંત કરનારું, વર્યાનું ઝાપટું માત્ર છે, મહામેળ તો વળી પછી આવશે.” ગુરુ થોડી વાર આકાશ સામે જોઈ રહ્યા, કોઈ પ્રેરણા જાણે એમને બોલાવી રહી હતી. થોડી વારે વળી એ બોલ્યા, વિક્રમ ! આ પૃથ્વી પર વિક્રમ અવતરે : ન્યાય, સત્ય ને શીલને પ્રસારે એ તો મારું સ્વપ્ન છે. રાજા કાલસ્ય કારણમ્, ભાનુમિત્ર ! શકઢીપે મને નોધારાને આધાર આપ્યો. મારા કરુણ રીતે થનારા કમોતને અટકાવ્યું, બધે મને હેતથી અપનાવ્યો છે. બલમિત્ર ! હું એમને ત્યાં અમર સંજીવનીના રોપ સમું ‘પંચતંત્ર' લઈને ગયો. બદલામાં એમણો મારો ધર્મયુદ્ધ માં મને મદદ કરી. શકરાજ ખુદ અમારી સાથે આવ્યા. આજ ઉજજૈનીનો વિજય એમના નામ પર લખાશે.' આર્યગુરુએ કહ્યું. ‘ના, ના, એવું બોલીને અમને શરમાવશો નહિ, આર્યગુરુ ' શકરાજે વચ્ચે કહ્યું, ‘જુવાન વીરો ! શક લોકો અસત્ય નથી બોલતા. આર્યગુરુએ જ અમને મોતના મોં સામે જતાં બચાવ્યા છે, અમારા શહેનશાહના રોષમાંથી ઉગારી લઈને જીવતદાન આપ્યું છે. ને જીવતા જીવે સ્વર્ગ જેવા આ દેશમાં અમને લઈ આવ્યા છે.' ‘આપને અન્યાય અને અત્યાચારની સામેના ધર્મયુદ્ધમાં ઝૂઝવા અને સત્યની પ્રતિષ્ઠા કરવા માટે યુદ્ધ લડવા પરદેશીઓની મદદ લેવી પડી તેનું ખરેખર અમને બહુ દુ:ખ છે. ખૂબ શરમ છે.' ભાનુમિત્રે ફરી ફરીને એની એ વાત કહી. | ‘અહોહો ! તમે ભારતીય લોકો વાતોમાં ભારે ઉદાર છો ને વર્તનમાં બહુ સાંકડા છો. વસુધાને કુટુંબ લેખનારા તમારાથી દેશી અને પરદેશી જેવા શબ્દો કેમ બોલાય છે ?' શકરાજે ટકોર કરી. | ‘શકરાજ !' આર્ય કાલ કે વચ્ચે કહ્યું, ‘જગતના તમામ પિતાઓ તરફ માનભાવ હોવા છતાં પોતાના જનકને જ પોતાના પિતા કહેવાય. આ મારા માટે આપત્તિધર્મ છે. અલબત્ત, તમારી મિત્રતાની અને સહાયતાની હું જેટલી કદર કરું તેટલી ઓછી 434 D લોખંડી ખાખનાં ફૂલ છે. એના જ કારણે આજે આ ભૂમિના માણસો મારા પ્રયોજનની કદર કરે છે, નહિ તો કાગડા-કૂતરાને મોતે હું ક્યાંય મરી ગયો હોત ને કોઈ જાણત પણ નહીં. તમારી મિત્રતાનો તમને નજીકના ભવિષ્યમાં જ મારા તરફથી સારો અનુભવ થશે.’ શકરાજ એમ તો ચર્ચામાં પાછા પડે તેમ નહોતા, પણ એ કદી આર્યગુરુ સાથે વિશેષ વાદ કરવાનું પસંદ કરતા નહિ. - બળમિત્ર અને ભાનુમિત્ર પોતાની સેના સાથે શકસૈન્યમાં જોડાઈ ગયા; જો કે શકરાજ આ વિજય શકોના નામ પર લખાય, એ માટે ઓછામાં ઓછાં ભારતીય દળોને સાથે રાખવાના મતના હતા. આર્યગુરુએ બલમિત્રને પોતાના દૂત તરીકે સ્થાપ્યો. અને ઉર્જાની જઈ રાજા દર્પણસેનને યુદ્ધના નીતિનિયમ મુજબ છેલ્લો સંદેશો પહોંચાડવાનું કામ સોપ્યું. યુદ્ધના નિયમોનો ભંગ થવો ન ઘટે. એમણે બલમિત્ર દ્વારા દર્પાસેનને કહેવરાવ્યું, “હે દર્પણ ! હું આર્ય કાલક ! સાધ્વી સરસ્વતીનો બંધુ, સૌરાષ્ટ્ર-લાટ પર વિજય મેળવી, શક સૈન્યને સાથે લઈ ગણ્યાગાંઠડ્યા દિવસોમાં તને સજા કરવા આવી રહ્યો છું. તેં આજ સુધી યોગ્યાયોગ્યના વિવેક વગર કામ કર્યું. જો હવે તારે જીવવું હોય, તો સરસ્વતી સાધ્વીને સત્વર પાછી સોંપી દે અને ગાદીનો ત્યાગ કર. અન્યથા લડાઈ માટે સજ્જ રહે. ગણતરીના દિવસોમાં તારા કિલ્લા પર વીજળી ત્રાટકી સમજજે ! સારું તે તારું. અભિમાનમાં ન રહીશ. હજી હંસ થઈશ તો કલ્યાણ છે. તે દૂધ-પાણી એકઠાં કરવાનો મહા અપરાધ કર્યો છે.” બલમિત્ર સંદેશો લઈને રવાના થતો હતો. એ વખતે આર્યગુરુએ એને ખાનગીમાં બોલાવી ઉજ્જૈનીની મહાનતંકી મઘા સુંદરીને મળવા સૂચના કરી. અને એનો સંદેશો અથવા એ આવે તો એને સાથે લઈને આવવા સૂચવ્યું. બલમિત્ર અશ્વ પર ચડીને ચાલી નીકળ્યો. એને ઝડપી કામગીરી સોંપાઈ હતી, એટલે ક્યાંય વિરામ લેવાનો નહોતો. બલમિત્ર અદૃશ્ય થયો. ભાનુમિત્ર આર્યગુરુના પડછાયા જેવો બની રહ્યો; અને શકસેના ઝડપથી આગળ વધવા લાગી. લાટ દેશ પર વગર યુદ્ધે એ દિવસે વિજય મળ્યો. 0 બલમિત્ર અને ભાનુમિત્ર D 435

Loading...

Page Navigation
1 ... 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249