________________
‘તો તું સ્વયં સુખી થઈશ અને સંસારને સુખી કરીશ. લોકોનાં આંસુ લૂછવાનો પ્રેમધર્મ આચરજે, નારી ! લોકોને હલકાં ન ગણીશ, નબળાં ગણજે. બાળક નબળું હોય છે, આપણે એને ટેકો આપીએ છીએ, અને તિરસ્કારતાં નથી. અજ્ઞાની, અધર્મી, તમામને બાળક સમજજે.' કાલકના અવાજમાં પેગંબરી સૂર ભર્યા હતા. ‘રે આત્મપ્રિય કુમાર ! મારા જીવન વિશે નિશ્ચિંત રહેજે. આજે જ ચાલી જાઉં છું. અદૃશ્ય રહીને જીવીશ.'
‘સુનયના ! કેટલી સુંદર છે તું ! કેટલી સરસ છે આ રાત ! આ રાતને પ્રભાત જ ન હોત તો....
‘તો સંસારનો ઇતિહાસ અદ્ભૂત થઈ જાત. રાત અનાચારની રાણી કહેવાય છે, એ આચારની જનની બની જાત.' સુનયના ભાવાવેશમાં હતી. બંને જણાં જાણે પૃથ્વી પર નહિ, પણ સ્વર્ગમાં રાચતાં હતાં.
‘તો આપણા માર્ગ અહીંથી જુદા પડે છે.' સુનયનાએ કહ્યું.
‘દેહના માર્ગ ભલે જુદા હોય, આત્માના માર્ગ એક જ છે, આત્મપ્રિય સુંદરી ! મન જેનું મળેલું હોય, એનું તન ન મળે તોય સદાકાળ મિલન જ છે.' કાલકે કહ્યું. ‘કાલક ! અદ્ભુત પુરુષ છે તું ! હિંસાની ડાકણને તેં અહિંસાની દેવી બનાવી. તારું કલ્યાણ હો !' સુનયનાએ કહ્યું.
કાલક નૌકાની બહાર નીકળ્યો. યવનીઓને આ સુંદરી જ્યાં સુધી રહે ત્યાં સુધી પરિચર્યામાં રહેવા આજ્ઞા કરી. યવનીઓ મનમાં અનેરા વિચાર કરી રહી.
કાલક નીચે ઊતર્યો, એવો વનપાલક આવીને ઊભો રહ્યો. એણે મસ્તક નમાવી કહ્યું : ‘મુનિરાજ આપને યાદ કરે છે.'
‘શરીર તો સ્વસ્થ છે ને ?' કાલકે પૂછ્યું.
‘આમ તો કશી અસ્વસ્થતા દેખાતી નથી, પણ મને કહ્યું છે કે સમય અલ્પ છે, જલદી બોલાવી લાવ ! કામવિજેતા કાલકને મારાં ધન્ય વચન કહેજે.’
‘હું કામવિજેતા ? સાધુને ક્યાંથી ખબર પડી ?’ કાલકે આશ્ચર્યમાં કહ્યું. વનપાલકને આવો પ્રશ્ન ન પુછાય અને પૂછીએ તો એની પાસે જવાબ ન હોય એનું એને ભાન ન રહ્યું !
પણ વનપાલક પાસે પૂરતી વિગત હતી. એણે કહ્યું :
‘કુમારદેવ ! મુનિજને વહેલી સવારે બહેન સરસ્વતીને બોલાવ્યાં હતાં, અને કહ્યું હતું કે કાલક આજે સંસારવિજયી બન્યો. જેણે કામ જીત્યો એણે સંસાર જીત્યો. 158 D લોખંડી ખાખનાં ફૂલ
બહેન સાથે બાપુજી પણ હતા. મુનિરાજે બંનેને આપની જલક્રીડાની, સુનયના પાસે આપના સિવાય અન્ય પુરુષની ચાહના ન કરવાની પ્રતિજ્ઞા કરાવ્યાની, અને એ રીતે એક ભયંકર સ્ત્રીને સાધ્વી બનાવી તેની, એ રીતે આપે અહિંસાની પ્રતિષ્ઠા કરી તેની વગેરેબધી વાતો, તમામ નજરે જોયું હોય તેમ, કહી સંભળાવી.'
‘સરસ્વતી સાથે ત્યારે બીજું કોઈ હતું ?’
‘ફક્ત આપના પૂજ્ય પિતાજી જ હતા. તેઓ આ સાંભળીને રડી પડ્યા ને બોલ્યા : ‘હવે આ પુત્ર મારો નહિ રહે.’ વાત કરતો વનપાલક થોભ્યો.
‘પછી મુનિજને કંઈ કહ્યું ?'
‘મુનિજન બોલ્યા કે હવે એ જગતનો થઈને રહેશે. જગતમાંથી અનાચાર, અત્યાચાર, વામાચાર દૂર કરવા એનો જન્મ થયો છે. ધન્ય છે આવા પુત્રના પિતા થનાર તમને !'
વનપાલકે બધી વાત વિગતથી કહી.
‘ચાલો, ગુરુદેવની સમીપમાં જલદી જઈ પહોંચીએ.'
વનપાલકના અશ્વ પર જ આરૂઢ થઈને કાલક ચાલ્યો. એનું મન આજ પ્રસન્ન હતું. એને દિશાઓ પ્રસન્ન લાગી, પંખીઓ મિત્ર જેવાં લાગ્યાં, વાયુ સ્વજન જેવો સુખદ લાગ્યો ! થોડીવારમાં એ મુનિજનના નિવાસસ્થાને આવી પહોંચ્યો.
મુનિ જાણે સ્વસ્થ હતા, છતાં પ્રવાસે ઊપડનારના જેવી અધીરાઈ એમના મુખ પર હતી.
‘કાલક ! આત્મપ્રિય ! તું આવ્યો ?'
‘હા, ગુરુદેવ.’ કાલકે નમસ્કાર કરીને પાસે બેસતાં કહ્યું.
‘તેં મારવિજય કર્યો ! ધન્ય, મહામુનિઓને પીડનારા કામને તેં ચરણાર્કિકર બનાવ્યો. ધન્ય ! ધન્ય !!
‘અભિમાન ઊપજે તેવું કંઈ ન કહેશો, ગુરુદેવ !'
‘આત્મભાન ઊપજે તેવું કહું છું. યમરાજની સગી બહેનને તેં પ્રેમની જોગણ બનાવી, અહિંસાની પ્રતિષ્ઠા કરી. ધન્ય !' મુનિજન બોલતા હતા, પણ ઉતાવળમાં
હતી.
તે આગળ બોલ્યા : ‘હવે આ મારો ભાર લઈને, જગત પર અહિંસા, સત્ય અને અપરિગ્રહનો દિગ્વિજય કર !' મુનિજને પોતાના હાથનો દંડ કાલકના હાથમાં આપ્યો. અને વળી બોલ્યા :
એ રાતને પ્રભાત ન હોત તો
0 159