________________
નાટકના નેપથ્યનો કાળો પડદો ચિરાય, ને સુંદર વસંત જોવા મળે એમ ધીરેથી પડદો ખસ્યો. વાતાવરણ ચિરાયું. દિશાઓ સ્વચ્છ થવા લાગી. અર્ધમૃત થઈને પડેલાં દરિયાઈ પંખીઓ ફરી આકાશમાં ઘૂમવા લાગ્યાં.
તોફાને ચડેલું બાળક રોતું-કકળતું આખરે જંપી જાય, એમ સાગરના તરંગો ધીરે ધીરે જંપી ગયા ! ને જાણે ક્યારેક ઉછાળે ચઢચા ન હોય એમ પ્રસન્નમધુર રીતે વહેવા પણ લાગ્યાં..
વહાણ સ્થિર થયું હતું. દિશાઓ સ્વચ્છ થઈ હતી. તૂતક પર ઊભેલો પેલો પડછંદ પુરુષ હજી એમ ને એમ જ સ્વચ્છ અને સ્થિર ઊભો હતો.
વહાણ સાવ સ્વસ્થ થઈ ગયું. જોખમની બહાર નીકળી ગયું. પત્નીને મારઝૂડ કરતો પતિ જાણે ડાહ્યો થઈને પત્નીને રમાડી રહ્યો ન હોય, એમ ગાંડો પવન ડાહ્યો થઈને વહેવા લાગ્યો હતો.
તૂતક પર ઊભેલા માણસને ત્યાંથી ખસી જવા ઘણા દયાળુ પ્રવાસીઓએ બૂમો પાડીને ચેતવેલો, પણ એ તો લોઢાના ખોડેલા ખીલાની જેમ ઊભો જ રહ્યો. આ સ્થળની તમામ ચીજો-સઢ, દોરડાં, ને બીજી વસ્તુઓ દરિયો ગળી ગયો હતો પણ ન જાણે આ પુરુષને એની દાઢમાં કેમ કરીને એ પકડી શક્યો નહોતો.
“અરે મહાત્મા !' પાછળથી બુમ આવી. એક માણસ દોડતો આવી પહોંચ્યો. એ બૈરૂત હતો.
બૂમ તરફ કાન બહેરા હોય એમ મહાત્મા તો નિશ્ચલ જ ઊભા હતા, મોંમાંથી મંત્રાક્ષરો અવિરત છૂટ્સે જતા હતા. ભૈરૂતે આશ્ચર્ય સાથે જોયું કે મહાત્માના મુખમાંથી સફેદ કબૂતરો છૂટતાં હતાં અને શાંતિનો સંદેશ લઈને જતા શાંતિદૂતની જેમ પવન, પાણી ને દિશાઓમાં ફેલાઈ જતાં હતાં.
ચારે તરફ સફેદ કબૂતરોનો જાણે ઘટાટોપ જામ્યો હતો. બૈરૂતે વિશેષ આશ્ચર્યમાં એ જોયું કે ધીરે ધીરે આકાશમાં સ્વૈર રીતે ઊડતાં ને ઘૂમતાં કબૂતરોની પંક્તિઓની પંક્તિ મહાત્માના મુખભણી પાછી વળી રહી હતી ને મુખ નજીક આવીને શ્વેતરંગી જળમાં વિલીન થઈ જતી હતી.
જય હો મહાત્મા નકલંકનો !' બૈરૂતે જોરથી જય ધ્વનિ કર્યો. પ્રવાસીઓ ત્યાં ધસી આવ્યા. બૈરૂતને બધી હકીકત પૂછવા લાગ્યા. બૈરૂત હોંશે-હોંશથી એમની આખી કથા કહેવા લાગ્યો, ને બોલ્યો,
એ લાખેણા નરને અમે આપણા દેશમાં લાવીએ છીએ.” શાબાશ બૈરૂત ! તારો વિજય હો.” એમની સાથે સંજીવની રોપ પણ લાવ્યા છે.’ બૈરૂતે કહ્યું.
302 D લોખંડી નાખનાં ફૂલ
અમને એ રોપનાં દર્શન કરાવો.’ પ્રવાસીઓ બોલ્યા.
‘હમણાં નહિ. શક દરબારમાં બધું થશે. આ બધો મહાત્માનો પ્રતાપ. મહાત્માના પ્રતાપે આપણું વહાણ બચ્યું. આપણે બચ્યા, બધા પ્રવાસીઓ બચ્યા.”
‘શું. મહાત્મા મળ્યા ? સલામત છે ને ' વહાણના અંદરના ભાગમાંથી ધસમસતી મઘા બહાર આવી. એના હાથમાં એનો બાળક હતો. વહાણ ઊંચું-નીચું થવાથી બંને જણાંને ઠીક ઠીક ઈજા પહોંચી હતી, પણ જીવ બચ્યાના આનંદ પાસે એ ઈજાનો હિસાબ નહોતો.
‘મહાત્મા તો સલામત જ છે. અરે, એમના લીધે તો આપણે સલામત રહ્યાં. એમણે મંત્રસિદ્ધિથી શાંતિનાં કબૂતર ઉડાડ્યાં. એ કબૂતરો અશાંતિનો આહાર કરી ગયાં. દરિયો, શાંત થઈ ગયો. પવન અનુકૂલ થઈ ગયો. દિશાઓ ડાહી થઈ ગઈ.”
“ધન્ય ધન્ય મારા મહાત્મા !' મઘા હર્ષઘેલી થઈ ગઈ.
વહાણના તૃતક પરથી મહાત્મા પાછા ફર્યા, ક્યાંક ક્યાંક હજી ધોળાં કબૂતર ઊડતાં હતાં. બાકી બધે શાંતિ હતી.
મઘા દોડી. વહાણના પટ પર પડેલી મહાત્માની પદપંક્તિઓને એ વારંવાર ચૂમી રહી, નમી રહી ! એ બોલતી હતી, ‘આપણને તારે તે તીર્થ ! પૂજ્ય ! પૂજ્યને વંદન !'
વહાણના અન્ય પ્રવાસીઓએ મઘાનું અનુકરણ કર્યું. મહાત્મા એક જ પળમાં સો કોઈના પૂજનીય પુરુષ બની ગયા. પછી બધાં ટોળે વળ્યાં ને મઘાએ મહાત્માનો પરિચય આપ્યો. એમના પ્રતાપે પોતાને પ્રાપ્ત થયેલા બાળકને બતાવ્યો.
પણ અત્યારે તો સૌના અંતર ઉપર મહાત્માની મંત્રશક્તિની અદ્ભુત અસરની જ વાત રમી રહી હતી. કેવો અદ્ભુત યોગી ! કેવી અદ્દભુત શક્તિ!
અરે ! એણે આપણને તાય. તારે તે તીર્થ ! પૂજ્ય ! મહાત્મા નકલંક થોડીવારમાં પ્રવાસીમાંથી પૂજ્ય બની ગયા. વહાણે ખેપ આગળ આરંભી.
તારે તે તીર્થ 303