________________
54
મઘાની મુક્તિ
મહાત્મા ભારે ચિંતામાં પડી ગયા. સાંજ કેમેય પડી. મન વારંવાર પૂછતું હતું, “મઘા ક્યાં ?'
સાગર જાણે સામો એ જ સવાલ પૂછતો હતો, ‘મેઘા ક્યાં ?'
ચક્રવાક જાણે એ જ શબ્દનો પડઘો પાડતો હતો : ‘મઘા ક્યાં ?” જળતરંગો જાણે એ જ શબ્દો બોલતા હતા : ‘મથી ક્યાં ?'
મનનો ઢંગ તો જુઓ ! જેને ખાતર એક ભવમાંથી બે ભવ કર્યા - મુનિમાંથી મહારથી બન્યા - એ ભગિની સરસ્વતી ક્ષણવાર વીસરાઈ ગઈ; અને એનું સ્થાન મઘાએ લઈ લીધું.
અહીંની બે માનવજાતોથી એમણે મઘા માટે ડર હતો; એક પાશુપત લોકોથી, જેઓ મનુષ્યબલિમાં ભારે શ્રદ્ધા ધરાવતા હતા. તેઓ લડાયક બળવાન હોવાથી કોઈનો પ્રતિબંધ સહન કરતા નહિ. એમને છંછેડવા એ કાળા નાગને છંછેડવા બરાબર હતું.
બીજો ભય વિંધ્યવાસી પલવ લોકોનો હતો. તેઓ મનુષ્યભક્ષક હતા. મનુષ્યનું લોહી એમને માટે શરબત હતું ને મનુષ્યનું માંસ એમને માટે મિષ્ટાન્ન હતું.
નરબલિ કે નરમાંસનો રાજ્યો તરફથી તો ખાસ નિષેધ હતો; છતાં આ અનિષ્ટ ચાલ્યા જ કરતું હતું. ઘણીવાર પાશુપત યોદ્ધાઓની લડાઈમાં મદદ લેવાના આશયથી રાજ કર્તાઓ તરફથી આડકતરી રીતે નરબલિ ગુપ્ત રીતે ભેટ પણ અપાતો.
પાશુપત યોદ્ધાઓ ભારે ઝનૂની યોદ્ધાઓ હતા. યુદ્ધ ખેલવું અને એમાં મરવુંમારવું એ એમને મન અનેરી મોજ હતી.
વાસુકિ નૌકા વહેતો આવી પહોંચ્યો. મહાત્માએ નૌકાના અગ્રભાગમાં સ્થાન લેતાં કહ્યું, ‘વાસુકિ, મઘા નહીં મળે તો હું સાગરમાં સમાધિ લઈશ.’ | ચિંતા ન કરો, આર્યગુરુ ! મથા જરૂર મળશે. ગુરુદેવ ! મથાને જો દરિયાએ સંતાડી હશે, તો અગત્યની જેમ હું સાગર પી જઈશ; ધરતીએ છુપાવી હશે તો વરાહ અવતારની જેમ પૃથ્વીને ઊંચી તોળી લઈશ, પણ મથાને લઈ આવીને જંપીશ. આપ નિશ્ચિત રહો.’ વાસુકિને આશ્વાસન આપતાં કહ્યું.
વાસુકિએ નૌકા પર પોતાના દેશ સમર્થ સાથીદારોને લીધા. આ સાથીદારો જુદાં જુદાં કાર્યોમાં નિષ્ણાત હતા. કોઈ દરિયામાં પડેલું મોતી શોધી કાઢતા, કોઈ પથ્થરમાં રહેલ ગંધ પારખી શકતા, કોઈ ધૂળ પરથી ત્યાંની ધરતીની ભાળ આપી શકતો, કોઈ હવાની સાથે ઊડી શકતો; અને કોઈ જાતજાતની બોલી બોલીને સંકેત આપી શકતો.
અંધારી રાતમાં તારાનું નિશાન લઈને નૌકા ઊપડી આર્યગુરુ નૌકામાં શાંત બેઠા હતા. એમના અંતરમાં તો દરિયાનાં ભરતીઓટ ઉછાળા મારી રહ્યાં હતાં; પણ મુખ પર નિશ્ચલ શાંતિ હતી.
વાસુકિએ આ શોધની આગેવાની લીધી. સામાન્ય માણસ માટે રાતનો સાગર પ્રવાસ કઠિન હતો, પણ આ જૂથને રાતનો સાગરપ્રવાસ વિશેષ સરળ અને સુખદ હતો.
નૌકા ઝડપથી આગળ સરતી હતી.
જે સ્થળે મથાના વહાણને અને ચાંચિયોના વહાણને ભેટો થયો હતો, એ દિશા તરફ એમણે નાવોનો વેગ વધાર્યો.
થોડીવારમાં એ સ્થળે પહોંચી ગયા. અહીં લડાઈના અવશેષ જેવું કંઈ નહોતું રહ્યું. પણ એકાદ ભાંગેલી નાવના કટકા અહીંતહીં તરતા હતા.
વાસુકિએ પોતાની નોકા ત્યાં થોભાવી, આર્યગુરુને ત્યાં બેઠા રાખી ટપોટપ બધા પાણીમાં કૂદી પડ્યા.
રાતના ઘોર અંધારા પર, વદ પક્ષનો મોડો ઊગનારો ચંદ્રમા હજી હવે ઊગતો હતો. એની આછી કિરણાવલિ સાગરના અંધારિયા પટ પર પથરાતી હતી. આ કિરણાવલીમાં આર્યગુરુએ વાસુકિ અને એના દસ સાથીદારોને પાણીના પટ પર તરતા જોયા.
જલચરો મોં ફાડીને સામે આવતાં હતાં.
વનેચર જેવો વાસુકિ લાંબી વામે દરિયો કાપતો હતો. એના સાથીદારોનાં અંગો માછલીઓની ભ્રાંતિ કરાવતાં હતાં. ને એ ભ્રાંતિમાં કોઈ મગરમસ્ય ભક્ષ
મધાની મુક્તિ 399)