Book Title: Lokhandi Khakhna Ful
Author(s): Jaibhikkhu
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 208
________________ અપ્રિયને પ્રિય કરી રહ્યા. કાફલો હવે સાવ નજીક આવી ગયો હતો. એમાંથી એક બુલંદ સ્વર આવ્યો, ‘શક શહેનશાહનો વિજય હો !” શકરાજે એ જયકારના શબ્દો ઝીલવા કાન સરવા કર્યા. ફરી સ્વરો આવ્યા, ‘શક શહેનશાહનો વિજય હો.” અરે ! આ શું ?’ શકરાજ આશ્ચર્યમાં પડી ગયા. મહાત્મા આંખો મીંચી ગયા ને થોડીવારે બોલ્યા, “મારું જમણું અંગ ફરકે છે. શ્વાસ ડાબી નાસિકામાં છે. જરૂર આપણું શુભ થશે. મિત્રોનો મેળો થશે.' શકરાજના કાન સસલાની જેમ સરવા બન્યા હતા. એમને નવો જ વહેમ પડી રહ્યો હતો. થોડીવારમાં અકળાઈને એ બોલ્યા, અરે ! આપણા મિત્રો જરૂર, પણ આજ તો શત્રુના લેબાશમાં ! આ તો ઘરના શત્રુ આવી પહોંચ્યા લાગે છે. શક શહેનશાહે આપણો પીછો પકડવા આ બધાને મોકલ્યો છે. ઓહ ! ઘરના દાઝયા વનમાં ગયાં તો ત્યાં પણ લાગી આગ!” | ‘ચિંતા નહિ, શકરાજ ! આ આર્ય ભૂમિ છે. મગરનું જોર પાણીમાં, એમ અહીં શહેનશાહનું જોર ચાલે તેમ નથી અને આ આપણો મિત્ર વાસુકિ છે ને? એની એક હાકે હજારો યોદ્ધા આવીને ઊભા રહેશે. આપણે એના મહેમાન છીએ. એની સેના આપણને જરૂર મદદ કરશે.' ‘શ કરાજ વાસુકિ સામે જોઈ રહ્યા. પળવાર પહેલાં જેના લોહી માટે પોતે તૈયાર થયા હતા. એને મિત્ર થવાનું કહેવું કઠિન હતું. શકરાજ મહાત્માને મનોમન અભિનંદી રહ્યા. ને પોતાની ઉતાવળ માટે પરતાઈ રહ્યા. રાજકારણમાં તો શત્રુ પળવારમાં મિત્ર ને મિત્ર શત્રુ !? ‘ચિંતા ન કરો, શકરાજ !' વાસુકિ વગર વિનંતીએ બોલ્યો, “અમે જરૂર લૂંટારા છીએ, પણ નીતિનિયમમાં માનનારા છીએ. અમને બચાવનારને માટે અમે જાન આપીએ એવા છીએ. હુકમ કરો, મહાત્માજી !” *પ્રથમ વાસુકિને બંધનમુક્ત કરો.' મહાત્માએ કહ્યું. વાસુકિને મુક્ત કરવામાં આવ્યો. ‘વાસુકિને માથે શેક સરદારનો મુગટ મૂકો.’ મહાત્માએ હુકમ કર્યો. વાસુકિને માથે મુગટ મૂકવામાં આવ્યો. “વાસુકિ ! તું અમારો બને છે.” મહાત્મા જાણે વાસુકિના વફાદારીના સોગન લેવડાવતા હોય તેમ બોલ્યા. 394 3 લોખંડી ખાખનાં ફૂલ ‘આપનો દાસ છું.’ વાસુકિ બોલ્યો. ‘વાસુકિ ! તપાસ કર કોણ આવ્યા છે ? મિત્ર છે કે શત્રુ ?” ‘જેવો હુકમ !' વાસુકિએ એટલું બોલતાં તો તરત પાણીમાં ઝંપલાવ્યું. પાણીમાં થોડે દૂર અડધી તૂટેલી એક નૌકા તરતી પડી હતી. એ પર એ ચડી બેઠો, ને થોડાંક હલેસાં મારી નાવને આવતી કાફલાની લગોલગ કરી દીધી. સામેથી જહાજ ચાલ્યું આવતું હતું. એના કપ્તાનને વાસુકિએ દરિયાઈ ભાષામાં કંઈક કહ્યું. થોડીવારમાં એક રસ્સી નીચે ઊતરી આવી. વાસુકિ વાનરની જેમ ઉપર ચડી ગયો ને થોડીવારમાં પાછો નીચે ઊતરી આવ્યો. ફરી પોતાની નાવડીમાં એ ચડી બેઠો. થોડાંક હલેસાં દીધાં ન દીધાં કે દ્વારામતીને કાંઠે. એ ઊતરીને મહાત્મા પાસે દોડ્યો ને બોલ્યો, ‘મહાત્માજી ! એ તો આપના મિત્રોનો બેડો છે.' ‘મિત્રોનો ?' શકરાજને હજીય એમાં શંકા લાગતી હતી. - “હા, કહે છે કે શકરાજ મહાત્માની મદદે ભારતમાં ગયા છે, એવી ગાથા ત્યાં ગવાઈ છે. શક શહેનશાહે મદદમાં સેના મોકલી છે.’ વાસુકિ બોલ્યો. ‘ન મનાય એવી વાત છે.’ શકરાજે કહ્યું. ‘વાસુકિ ! જા, ત્યાં વહાણમાંથી બે જણને તેડી લાવ. લે, શકરાજની આ મુદ્રા', મહાત્માએ શકરાજ પાસેથી મુદ્રા લઈને આપી. | વાસુકિ તરત પાછો ફર્યો. શકરાજ આ બાબરા ભૂતના નવા અવતારને જતો નીરખી રહ્યા, ને બોલ્યા, ‘મહાત્માજી ! આપની મંત્ર-શક્તિ અભુત છે. ભલભલાં ભૂત પળવારમાં વશ બની જાય છે.' ‘દિલભર દિલ છે, રાજન ! સામો માણસ ખાનદાન હોય તો આપણા દિલનો પડઘો પડે જ છે.' | ‘અપવાદમાં રાજા દર્ણપર્સન ખરો ને ?' શકરાજે વળી કડછી ભાષા વાપરી. મહાત્માને વારંવાર જખમમાં થતો ઘોંચપરોણો ગમતો નહોતો, પણ એમણે એ ખમી ખાધો. વાસુકિ થોડીવારમાં બે જણાને લઈને પાછો ફર્યો. એમાં એક પ્રજાવર્ગનો નેતા નક્ષત્ર હતો. બીજો રાજ તરફનો નેતા નહપાન હતો. બંનેએ શકરાજને પોતાનાં મસ્તક નમાવ્યાં. મઘા-બૈરુતનું અપહરણ 395

Loading...

Page Navigation
1 ... 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249