Book Title: Lokhandi Khakhna Ful
Author(s): Jaibhikkhu
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 220
________________ શકરાજ થી ગુરુની આગ સહન ન થઈ. ગુરુને વશવર્તી રહેવામાં જ એમણે સાર જોયો. એ આગળ વધ્યા, ચરણમાં પડ્યા ને બોલ્યા, ‘હું આપનો જ છું આજ્ઞા કરો એટલે હું અને સૈન્ય તૈયાર છીએ.” શાબાશ શકરાજ ! આજ્ઞા એટલી છે, કે આજથી જ તૈયારી કરો. કૂચ તો રસ્તા ચોખ્ખા થશે ત્યારે થશે, શરદકાળ નજીક છે. પણ ગુપ્તચરોને બાતમી જાણવા રવાના કરો. ભારત જીતવો સહેલો નથી. અહીંના ક્ષત્રિયો વીરતાના અવતાર છે. અહીં માથું પડે ને ધડ લડે, એવા યોદ્ધાઓ વસે છે. તમારો વિજય માત્ર તેઓના આંતરિક વિખવાદ પર નિર્ભર છે. અશોકનું ભારત આ જ નથી.” અશોકનું ભારત કેવું હતું ?' શકરાજે પ્રશ્ન કર્યો. એક અને અખંડ હતું. એણે અહિંસાની પરંપરાને રાજકારણની શક્તિ બનાવી નાખી હતી. એણે યુદ્ધયાત્રાને બદલે ધર્મયાત્રી આરંભી હતી.' ‘સાચી વાત છે. અમારા ભારતવાસી શકો અશોકની ઘણી ઘણી વાતો કરે છે.' શકરાજે કહ્યું. ‘એમના સમયમાં તો અહિંસા એક મહાશક્તિ બની ગઈ હતી, અને દયા-પ્રેમ મંત્ર બની ગયા હતા, અશોકની પાછળ એના બે પુત્રો થયા, દશરથ અને સંપતિ. અહિંસા ધર્મના પ્રરૂપક-બૌદ્ધ અને જૈન ધર્મને બંનેએ ખીલવ્યા. જગત આખું ભારત તરફ મીટ માંડી રહ્યું. દયાનો આગાર ને પ્રેમનો સાગર બનેલું ભારત જગદ્ગુરુ બની ગયું. પરદેશી લોકો અહીં આવીને એના શિષ્ય બનવા ઉત્સુક બન્યા !' ધન્ય ભારત !' મઘાથી એકાએક બોલાઈ ગયું. ‘વારુ, પછી શું થયું ?' શકરાજને મઘાની આ પ્રશસ્તિ બહુ ન રુચિ. એમણે આગળ પ્રશ્ન કર્યો. ‘અતિની ગતિ નહીં. પાછળ લોકો અહિંસાની આડમાં કાયરતા છુપાવવા લાગ્યા. પ્રબળ શત્રુને ક્ષમા આપવા લાગ્યા. સબળ પર દયો ને નિર્બળ પર શાસન દાખવવા લાગ્યા. ગમે તે ગુણ, જો તેની પાછળ જીવન નિર્બળ બને તો તે નકામો બને છે. લોકોએ કાયરતાને અહિંસા જાણી. રાજા અને મુનિ, ગૃહસ્થ અને ઋષિના ધર્મો એક થઈ ગયા. આતતાયીઓ, દુષ્ટો ને અત્યાચારીઓનું રાજ થઈ ગયું. રના છાતચ રનમ્ ! જેવો રાજા એવો સમય.” ‘ગુરુદેવ ! જાણે આપણો જ ઇતિહાસ.' ‘આવા અનેક પડકારના દિવસો આવ્યા છે, ને એ વખતે જગતની ભયંકર શક્તિઓને સત્ત્વ ગુણવાળી શક્તિએ જ પડકાર આપ્યો છે. રામ-રાવણ, પાંડવકૌરવ, શ્રીકૃષ્ણ ને કંસ એનાં ઉદાહરણો છે.’ આર્યગુરુ ઇતિહાસમાં ઊંડા ઊતરી ગયા. 418 D લોખંડી ખાખનાં ફૂલ ‘અહિંસાના નામે કાયરતા આચરનારા એ લોકોનું શું થયું ?” ‘અહિંસાના એ કહેવાતા પ્રેમીરાજા બૃહદ્રથ મૌર્યનું એના જ સેનાપતિ પુષ્યમિત્ર શુંગે સહુની સમક્ષ ખૂન કર્યું, રાજકારણમાંથી અહિંસા ગઈ, હિંસા આવી. એક વાર નબળું બનેલું રાજકારણ હિંસાશક્તિથી કંઈક સ્વસ્થ થઈ ગયું. પણ એમાંથી ધર્મના ઝઘડા જાગ્યા. શૈવોએ વૈષ્ણવોને હરાવવા ચાહ્યું, બૌદ્ધો સામે મોરચો મંડાયા. એમનાં સ્થાનો ભ્રષ્ટ કરાયાં, એક નવો જ તબક્કો ખડો થયો. ને ધર્મે મૈત્રી, પ્રેમ ને પ્રમોદ ભુલાવ્યાં. સહુને અલગ વહેંચી નાખ્યા, દેશ ભુલાઈ ગય ને ધર્મને નામે સહુ લડવા લાગ્યો.' ‘અને ગ્રીક, યવન, હુણ, શક, પદ્ધવ ભારતમાં આવ્યા, કાં ?' શકરાજે પોતાની ઇતિહાસ વિશેની જાણકારી પ્રગટ કરી. ગ્રીકની શરૂઆત તો સિકંદર અહીં આવ્યો અને તે પછી ચંદ્રગુપ્ત ગ્રીકસુંદરી સાથે લગ્ન કર્યા ત્યારથી થઈ. પણ ધીરે ધીરે ભારતના ઘરને ઝઘડામાં પડેલું જોઈ બીજા લોકો ચડી બેઠાં. એમણે પણ ધર્મને સગવડિયો બનાવ્યો.' ‘ગુરુદેવ, ભારતનાં અન્ય ગણતંત્રોની સ્થિતિ સૌરાષ્ટ્ર જેવી હશે કે સારી?' ‘ના, એ ગણતંત્રો બળવાન છે, પણ એમાં હમણાં ફાટ પડી છે. માલવ ને યૌદ્ધય ગણતંત્રો એક તરફ છે, ઉત્તમભદ્રો બીજી તરફ.' ‘આપ પણ ગણતંત્રના રાજ કુમાર છો ને ?' શકરાજે પ્રશ્ન કર્યો. | ‘ઉત્તમભદ્રોનો વંશજ છું. ભારતના ઉજ્વળ નામને કુસંપની કાલિમાં લાગી ગઈ છે. શકરાજ ! એ કુસંપમાં જ તમારું કલ્યાણ છે, નહિ તો...' ‘ગુરુદેવ ! અમારું કલ્યાણ તો આપ મળ્યા ત્યારથી જ થઈ ગયું છે. મને લાગે છે કે ગુપ્તચરોને રવાના કરીએ. ત્યાંની જનસ્થિતિ, સૈન્યસ્થિતિ ને બળ જાણી લાવે. કોને મોકલશું ?* - “મઘાને મોકલો.” ગુરુ બોલ્યા. ‘વાસુકિને સાથે મોકલો.’ શકરાજે સૂચન કર્યું. “મઘા ગમે તેમ તોય અજાણી.” ‘હું એ જ વિચારી રહ્યો છું. વાસુકિ અને એના બીજા થોડા સાથીદારો પણ સાથે જશે.” | ‘અવશ્ય.’ શકરાજે કહ્યું. એ મઘાની નિયુક્તિને વધાવી લેતા હતા કારણ કે શકસુંદરીઓ કદી શકોના હિતની દ્રોહી બની નથી, બનતી નથી. વળી શકરાજની બીજી પણ ઇચ્છા હતી, સામે બળ મોટું હોય તો લડાઈની વાત છોડી દેવી ! મઘા ઠેઠ ઉજ્જૈનીના દરબારમાં જઈને પોતાની જાતે જ બધું જાણી લાવે, અને ગુરુને યુદ્ધ છોડી દેવા સમજાવે તો ગુરુ એની વાત તરત જ માની લે. જ્યારે આર્યકાલક અંતરનો લાવા ઠાલવે છે D 419

Loading...

Page Navigation
1 ... 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249